Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ફેસબુક ઉપર ફ્રેન્ડશીપ માટે મજબુર કરવુ એ અપરાધ છેઃ કોર્ટ

નવી દિલ્હી, તા. ૧૫ :. સોશ્યલ સાઈટ ઉપર કોઈ યુવતીને ફ્રેન્ડશીપ માટે મજબુર કરશો તો જેલમાં જવુ પડશે. કોર્ટે આ પ્રકારના કૃત્યને અપરાધ માની એક મામલામાં આરોપી વિરૂદ્ધ કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ કે સોશ્યલ સાઈટ ઉપર પણ તમે કોઈને જબરદસ્તી દોસ્તી માટે મજબુર ન કરી શકો.

સાકેત સ્થિત ખાસ સત્રના ન્યાયાધીશ અનુજ અગ્રવાલે મામલામાં યુવતીની ફરીયાદ ઉપર આરોપી વિરૂદ્ધ પાછળ પડવાને ધમકી આપવાના મામલે ચાર્જશીટ કરવા કહ્યુ છે. સોશ્યલ સાઈટ ઉપર ફ્રેન્ડશીપનું ચલણ પાછલા કેટલાક વર્ષોમાં ખુબ જ ઝડપથી વધ્યુ છે. આમા સકારાત્મક બાબત પણ સમાયેલી છે પરંતુ ખોટો ઉપયોગ પણ વધ્યો છે. ખાસ કરીને મહિલાઓ માટે દરેક સોશ્યલ સાઈટ ઉપર દોસ્તીના નામ પર અલગ અલગ પ્રયોગ કરવામા આવે છે જે ગુન્હાહીત છે. માટે સોશ્યલ સાઈટ ઉપર એકાઉન્ટ બનાવતા વખતે અને તેનો ઉપયોગ કરતી વખતે ખાસ તકેદારી રાખવી.

(12:45 pm IST)