Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

એપલ સાથે ફેસબુક સ્માર્ટવોચની ટકકર

''ફેસબુક'' હવે એવી સ્માર્ટવોચ પર કામ કરી રહી છે જેમાં ફિટનેસ ટ્રેકર ફીચર સાથે મેસેજ મોકલવાની સુવિધા પણ હશે. મળતી માહિતી મુજબ ફેસબુકના સ્માર્ટવોચના વેચાણની શરૂઆત આગામી વર્ષે થશે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, ફેસબુકની સ્માર્ટવોચની ટકકર એપલ અને હુવાવે જેવી કંપનીઓની સ્માર્ટવોચથી હશે. રિપોર્ટ અનુસાર ફેસબુકમાં વોચમાં સેલ્યુલર કનેકશન હશે જેની મદદથી યૂઝર્સ મેસેજ મોકલી શકશે.  ફેસબુકની સ્માર્ટવોચમાં ડાયલ સર્કુલર થશે.

કેલિફોર્નિયાની કંપની Menlo Park ફેસબુકની આ સ્માર્ટવોચ માટે હાર્ડવેર તૈયાર કરશે. તેના પહેલા આ કંપની ફેસબુક સાથે વર્ચ્યુઅલ રિયલિટિ હેડસેટ અને વીડિયો ચેટિંગ ડિવાઈસ પોર્ટલ માટે કામ કરી ચૂકી છે. જોકે, ફેસબુક સત્તાવાર રીતે આ વિકાસની જાહેરાત કરી નથી. તમને જણાવી દઈએ કે એપલ વોચ વિશ્વની સૌથી લોકપ્રિય સ્માર્ટવોચ છે અને તેના વપરાશકારોની સંખ્યા ૧૦૦ મિલિયન એટલે કે ૧૦ કરોડને પાર થઈ ગઈ છે. એપલ વોચ સિરીઝ ૬ માં ઇસીજી અને બ્લડ ઓકિસજન મોનિટર, ફિટનેસ ટ્રેકિંગ જેવી અનેક સુવિધાઓ છે.

એપલ વોચમાં બે ફીચર્સ એવા છે જે કોઈ અન્ય વોચમાં નથી. પહેલો ઈસીજી છે અને બીજો કોલ ડિટેકશન છે. એપલ વોચને સેલુલર અને વાઈ-ફાઈ બંને વેરિયન્ટમાં ખરીદી શકાય છે. એપલ વોચમાં ઈ-સિમનો ઉપયોગ થાય છે.

(3:09 pm IST)