Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

આમ આદમી પાર્ટી (આપ) રાજસ્થાનમાં ધૂમ ધડાકા સાથે ચૂંટણી લડવાનું આયોજન

નવી દિલ્હી :  આમ આદમી પાર્ટી (આપ) રાજસ્થાનમાં ધૂમ ધડાકા સાથે  ચૂંટણી લડવાનું આયોજન કરી રહી છે, અહીં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. શાસક કોંગ્રેસ અને ભાજપની આંતરિક લડાઈ વચ્ચે આપ પાર્ટીએ સોમવારે જયપુરમાં કોઈ ફેન ફતુર વિના "તિરંગા રેલી" સાથે તેના પ્રચારની શરૂઆત કરી

કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કેજરીવાલની આપ પાર્ટી રાજસ્થાનમાં ત્રીજા વિકલ્પ તરીકે બહાર આવવા બરાબર સજ્જ થઈ રહી છે. રાજસ્થાનમાં અત્યાર સુધી ગુજરાતની જેમ માત્ર દ્વિ પક્ષી રાજકારણ જ જોવા મળ્યું છે.

(12:24 am IST)