Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્‍યાપી ઓશો સક્રિય ધ્‍યાન

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૫ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પ્રશ્ન : જો ઘરે સક્રિય ધ્‍યાનનો પ્રયોગ કરીએ તો આજુ બાજુના લોકો પાગલ સમજવા લાગશે. એવામાં શું કરીએ?

આજુ-બાજુના લોકો અત્‍યારે પણ પાગલ જ સમજે છે એક-બીજાને કહેતા નહિ હોય, એ બીજી વાત છે. આ આખી જમીન લગભગ પાગલ-હાઉસ છે, પાગલખાનું છે. પોતાને છોડીને બાકીના બધા લોકોને લોકો પાગલ સમજે છે. પરંતુ જો તમે હિમ્‍મત બતાવી અને આ પ્રયોગને કરશો, તો તમારી પાગલ થવાની સંભાવના દરરોજ ઘટતી જાશે. જો પાગલપણ ને અંદર ભેગું કરશો છો, તો તમે પણ પાગલ થઇ શકો છો. જે પાગલપણને ઉલેચી નાખે છે, તે કયારેય પાગલ થતાં નથી.

પછી એક બે દિવસ, ચાર દિવસ ઉત્‍સુકતા લાગે, ચાર દિવસ પછી ઉત્‍સુકતા કોઇ લેવા તૈયાર નહિ હોય. કોઇ માણસ બીજામાં એટલો ઉત્‍સુક નહી હોય કે વધારે વખત ઉત્‍સુકતા લે. અને તમારા ચોવીસ કલાકના વ્‍યવહારમાં જે પરિવર્તન પડશે. તમે જયારે ક્રોધમાં હોય છે ત્‍યારે તમે કયારેય વિચાર્યુ છે. લોકો પાગલ સમજશે કે નહિ. કેમ કે તમે પાગલ હોવ છો. પરંતુ જો આ ધ્‍યાનનો પ્રયોગ ચાલશે તો તમારા ચોવીસ કલાકના જીવનમાં રૂપાંતરણ થઇ જશે. તમારો વ્‍યવહાર બદલાશે, વધુ શાંત થઇ જશો, વધારે મૌન થઇ જશો, વધારે પ્રેમપૂર્ણ, વધારે કરૂણાપૂર્ણ થઇ જશો. તે પણ લોકોને દેખાઇ જશે.

એટલા માટે ગભરાવ નહિ, ચાર દિવસ તેમને પાગલ સમજવા દો. ચાર દિવસ પછી આઠ દિવસ પછી, પંદર દિવસ પછી તમને પૂછવાળા છે તે લોકો કે આ તમારામાં ફર્ક થઇ રહ્યો છે, શું અમને પણ થઇ શકે છે?

ગભરાઇ ગયા લોકોના અભિપ્રાય થી લોકો શું કહે છે તો તો ખૂબ જ ઉંડા નહિ જઇ શકાય. હિમ્‍મત કરો. અને લોકો પાગલ સમજે છે અથવા બુધ્‍ધિશાળી સમજે છે, એનાથી કેટલો ફેર પડે છે? સાચો સવાલ આ છે કે તમે પાગલ છો અથવા નથી. સાચો સવાલ આ નથી કે લોકો શું સમજે છે? પોતાની તરફ ધ્‍યાન આપો કે તમારી હાલત શું છે, તે હાલત પાગલની છે અથવા નથી. તે હાલત ને છુપાવવાથી કાંઇ નહિ થાય. તે હાલત ને મટાડવાની જરૂરત છે.

-ઓશો ધ્‍યાનકે કમલ

સંકલન : સ્‍વામી સત્‍યપ્રકાશ-

૯૪૨૭૨-૫૪૨૭૬

આજના મનુષ્‍યના ચિતની અવસ્‍થા જોઇને ઓશે કહે છે. ‘‘મનુષ્‍ય વિક્ષિપ્‍ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્‍ત છે, આખી  મનુષ્‍યતાજ વિક્ષિપ્‍ત છે દરેક મનુષ્‍યની વિક્ષિપ્‍તતા સામાન્‍ય સ્‍થિતિ થઇ ગઇ છે એવું કેમ?

આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્‍યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્‍તા બની ગયું છે.

મિના મોટાભાગના મનૌ ચિકિત્‍સકોના મત અનુસાર આજની વિક્ષિપ્‍ત મનુષ્‍યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ‘‘સક્રિય ધ્‍યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્‍યાન અત્‍યારના મનુષ્‍ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્‍ત છે. મુશ્‍કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

(11:07 am IST)