Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

દેશમાં H3N2 વાયરસે વધારી ચિંતા : દિલ્‍હીની એલએનજે પી હોસ્‍પિટલમાં ખાસ વોર્ડ ઉભો કરાયો

સતત ૧પ ડોકટરોની ટીમ ખડેપગે રહેશે : ઓકસીજન-વેન્‍ટીલેટર સહિતની સુવિધા

નવી દિલ્‍હી તા. ૧પ :.. કોરોના બાદ દેશમાં નવા વાયરસ H3N2 ઇન્‍ફલુએઝાએ મુશ્‍કેલી વધારી છે. જો કે આની સાથે નિપટવા સરકારે પહેલાથી જ તૈયારીઓ આદરી છે. દિલ્‍હીની લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્‍પીટલમાં તમામ સુવિધાઓ સાથે આના  રોગીઓ માટે ર૦ બેડના આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે.

એલએનજેપી હોસ્‍પીટલના ચિકીત્‍સા નિર્દેશ ડો. સુરેશકુમારે જણાવેલ કે, હોસ્‍પીટલમાં ર૦ બેડ વાળો આઇસોલેશન વોર્ડ બનાવાયો છે. જેમાં ૧પ ડોકટરની ટીમ ર૪ કલાક કાર્યરત છે. અમારે પાસે ઓકસીઝન સપોર્ટ સહિત વેન્‍ટીલેટરની પણ સુવિધા છે. દવાઓનો પુરતો સ્‍ટોક છે. આમાં એન્‍ટીબાયોટીકની કોઇ ભૂમિકા નથી. આ એક વાયરલ બીમારી છે. એટલે અમે એન્‍ટી વાયરલ દવાઓ આપીએ છીએ. દર્દીએ પોતાની મેળે એન્‍ટી બાયોટીકસનું સેવન ન કરવું જોઇએ.આ બીમારીના મુખ્‍ય લક્ષણોમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, નાકમાંથી પાણી નિકળવુ, તાવ છે. નબળી એન્‍ટીબોડીવાળા કે અન્‍ય બિમારીગ્રસ્‍ત છે. તો તેનામાં સંક્રમણનું જોખમ વધારે છે. H3N2 દ્વારા પ માર્ચ સુધીના જાહેર કરાયેલ ડેટામાં H3N2 ના મોટા ભાગના મામલાઓ સામે આવ્‍યા છે.

H3N2 માં સૌથી મોટું લક્ષણ એક અઠવાડીયુ તાવ આવવો, એક થી બે અઠવાડીયા સુધી ઉધરસ અને કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. લગભગ ૧૦ ટકા લોકો ઓકસીજનની કમી પણ જોવા મળે છે. જો કે એલએનજેપી હોસ્‍પીટલમાં આ વાયરસથી મોતની કોઇ સુચના નથી.

કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે જણાવેલ કે, H3N2  સહિત સીઝનલ ઇન્‍ફલુએઝાથી ઉભા થતા મામલાઓમાં માર્ચમાં હરિયાણા અને કર્ણાટકમાં એક-એક મોત થવાનો દાવો કરવામાં આવ્‍યો છે.

(4:13 pm IST)