Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

સલમાન કાળા હરણના શિકાર મામલે અમારા સમાજની માફી માંગે : લોરેન્‍સ બીશ્‍નોઇ

મુંબઇ, તા. ૧પ :  સલમાન ખાનને મારી નાખવાની ધમકી મામલે લોરેન્‍સ બીશ્નોઇએ જણાવેલ કે, સલમાનને કાળકા હરણના શિકાર મામલે અમારા સમાજના લોકોની આવીને માફી માંગવી જોઇએ, નહીં તો તેનો પણ ઠોસ જવાબ અપાશે, સલમાને અત્‍યાર સુધી અમારા સમાજની માફી નથી માંગી, બાળપણથી જ મને તેના માટે મનમાં ગુસ્‍સો છે. કયારેક અમે તેનો અહંકાર તોડીશું. તેણે અમારા દેવતાના મંદિરમાં આવીને માફી માંગવી પડશે.

બીશ્નોઇએ વધુમાં જણાવેલ કે તેણે અમારા સમાજના લોકોને પૈસાની પણ ઓફર કરેલ. અમે સલમાનને નામ માટે નહીં પણ એક હેતુ માટે મારીશું. જો અમારે સલમાન દ્વારા જ નામના જોઇતી હોત તો શાહરૂખ ખાનને ગોળી મારી દેત, જો કે તેની સાથે કોઇ ગનમેન નથી હોતો. અમે ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝના કોઇપણ વ્‍યકિતને ગોળી મારી શકે તેમ છીએ, પણ અમે એવું નથી કર્યુ. સલમાને અમારા સમાજને નુકશાન કર્યુ છે અને અમારો તેના માટે વિરોધ છે.

(4:33 pm IST)