Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

'સંબંધ' દરમિયાન પુરૂષે મહિલાની મંજૂરી વગર કાઢી નાખ્યો 'સાધન' : હવે બળાત્કારનો કેસ દાખલ

ન્યૂઝીલેન્ડમાં એક પુરૂષને સેકસ દરમિયાન મહિલાને પૂછયા વગર કોન્ડોમ કાઢવો ભારે પડી ગયું છે. મહિલાના આરોપ પર પોલીસે આરોપી વ્યકિત વિરૂદ્ઘ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે

વેલિંગ્ટન,તા.૧૫: ન્યૂઝીલેન્ડમાં એક પુરૂષને સેકસ દરમિયાન મહિલાને પૂછ્યા વગર કોન્ડોમ કાઢવો ભારે પડી ગયું છે. મહિલાના આરોપ પર પોલીસે આરોપી વ્યકિત વિરુદ્ઘ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. ન્યૂઝીલેન્ડની કાયદાકીય ભાષામાં તેને 'સ્ટીલ્થિંગ' રૂપમાં ઓળખવામાં આવે છે. અહેવાલ પ્રમાણે આરોપી વ્યકિત વેલિંગ્ટનમાં રહે છે. જાણવા મળી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડમાં આ આવા પ્રકારનો પ્રથમ મામલો છે.

સ્ટીલ્થિંગ એક એવું કામ છે, જેમાં સેકસ દરમિયાન સહમતિ વગર પુરૂષ કોન્ડોમ હટાવી દે છે. ખાસ કરી જયારે મહિલા સાથે માત્ર કોન્ડોમની સાથે સંભોગ કરવા માટે સહમત હોય. આરોપી પુરૂષને આ મહિનાના અંતમાં સજા સંભળાવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ વ્યકિતની સજાની સાથે ભવિષ્યોમાં આવા મામલા માટે મિસાલ આપવાની આશા છે.

વિકટોરિયા યુનિવર્સિટી ઓફ વેલિંગ્ટનના ડો. સામંથા કીને એનઝેડ હેરાલ્ડ સાથે વાતચીતમાં કહ્યું કે, કોન્ડોમની સાથે કોઈ વ્યકિત સાથે સેકસ કરવું તેના વગર સેકસ કરવું બરાબર ન હોઈ શકે. સેકસ દરમિયાન કોન્ડોમ કાઢવો તે ગતિવિધિમાં સામેલ લોકોના સ્વાસ્થ્યને જોખમ થઈ શકે છે. તેનાથી ન માત્ર એચઆઈવી સંક્રમણનો ખતરો થઈ શકે પરંતુ મહિના ન ઈચ્છવા છતાં ગર્ભવતી થઈ શકે છે.

ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ વિરુદ્ઘ યૌન અપરાધના મામલામાં ૫૦ ટકા વધારો જોવા મળ્યો છે. યૌન હુમલા અને સંબંધિત અપરાધના રિપોર્ટ ૨૦૧૫માં ૧૫૭થી વધી ૨૦૨૦માં ૨૩૦ થઈ ગયા છે. તેમાં વેલિંગ્ટન પોલીસના કાર્યક્ષેત્રની અંદર ૪૬ ટકા વધારો થયો છે.

ન્યૂઝીલેન્ડમાં મહિલાઓ વિરુદ્ઘ વધતા અપરાધને લઈને લોકો પણ પ્રદર્શન કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાની એક પ્રાઇવેટ સ્કૂલગર્લ ચેનલ કોન્ટોસે મહિલાઓ વિરુદ્ઘ યૌન હિંસાને લઈને એક અભિયાન શરૂ કર્યું છે, જેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન દ્વારા યૌન શોષણ અને બળાત્કારની અન્ય કહાનીઓની સાથે મહિલાઓના સંઘર્ષ વિશે જણાવવામાં આવી રહ્યું છે.

(10:34 am IST)