Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

૨૦૩૦ સુધીમાં દેશના ૩૦ ટકા વાહનો ઇલેકટ્રીક થઇ જાય તેવું મોદી સરકારનું લક્ષ્યઃ ઇલેકટ્રીક કાર બાદ હવે ઇલેકટ્રીક રોડ ઉપર પણ ફરી શકાશેઃ દિલ્હી-મુંબઇ ઍક્સપ્રેસ વે ઉપર ઇ-લેન બનાવાશે

નવી દિલ્હી: અત્યાર સુધી તમે ઈલેક્ટ્રિક કાર વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ હવે જલ્દી તમે ભારતમાં ઈલેક્ટ્રિક રોડ પર પણ ફરી શકશો. કેન્દ્રની મોદી સરકારનું લક્ષ્ય છે કે, 2030 સુધીમાં દેશના 30 ટકા વાહનો ઈલેક્ટ્રિક થઈ જાય. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર હવે ઈલેક્ટ્રિક રોડ બનાવવા પર ભાર મૂકી રહી છે. આવા રસ્તા તેના પરથી પસાર થનારા વાહનોને જ ઉર્જા પૂરી પાડશે. આથી તેમને રિચાર્જ માટે અન્ય ક્યાંય રોકાવું નહીં પડે. જર્મની અને ભારત બન્ને ઠેકાણે સિમેન્સ ઈ-રોડ બનાવી રહી છે.

આ અંગે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું દે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક લેન ઈ-હાઈવેની હશે. આ ઈ-લેન લગભગ 1300 કિલોમીટર લાંબી હશે. જેનાથી લૉજિસ્ટિકનો ખર્ચ 70 ટકા ઓછો થઈ જશે. આ ઈ-રોડ પર એવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. જે ટેક્નિકનો ઉપયોગ જર્મનીમાં ઈ-હાઈવે બનાવવા માટે કરવામાં આવ્યો છે.

સીમેન્સ કંપનીએ સૌ પ્રથમ જર્મનાના ફ્રેન્કફર્ટ શહેરમાં આજ ટેક્નિકથી રોડ બનાવ્યા છે. જેમાં રસ્તા પર વીજળીના વિશાળ કેબલ લગાવવામાં આવ્યા છે. આ કેબલમાં 670 વોલ્ટનો કરંટ હોય છે. જેની નીચેથી પસાર થનારા ઈલેક્ટ્રિક ટ્રકો આ કેબલ થકી ઉર્જા પ્રાપ્ત કરીને પોતાની બેટરીને રિચાર્જ કરે છે. આ રસ્તા પર વાહન 120 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલી શકશે અને પ્રદૂષણ પણ ઓછુ થશે.

ટ્રાન્સપોર્ટ રિસર્ચ લેબોરેટરીના મુજબ, આ પ્રકારના ઈલેક્ટ્રિક રોડમાં મુખ્યત્વે ત્રણ ટેક્નિકનો ઉપયોગ થાય છે. પ્રથમ વાહનો પર પાવર લાઈન હોય છે. જેવી ભારતમાં હોય છે. જમીન કે પાટા પર કે અંડર ગ્રાઉન્ડ ક્વોઈલથી વીજળી સપ્લાય કરવામાં આવે છે. ઓવરહેડ કેબલ સૌથી શ્રેષ્ઠ ટેકનિક છે, પરંતુ તે કાર જેવા નાના વાહનો માટે યોગ્ય નથી કારણ કે કારની ઊંચાઈ ઘણી જ ઓછી હોય છે. આથી ફક્ત ઈ-ટ્રક જ તેનો ઉપયોગ કરી શકશે.

જણાવી દઈએ કે, જર્મની ઉપરાંત આવા ઈ-રોડનો બર્લિન, કોરિયા, સ્વીડન, ન્યૂઝીલેન્ડ અને બ્રિટનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

(5:33 pm IST)