Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

EMAએ કરી ભલામણ

૬૦ વર્ષથી ઉપરનાને કોવીશિલ્ડ ન આપો

આ રસીના લોહીમાં થક્કા બનવાના કેટલાક મામલા સામે આવ્યાઃ જો કે આ રસીના ૧૮ વર્ષથી ઉપરના તમામ ઉંમરના લોકો માટે સુરક્ષિત ગણાવાઈઃ આ રસીને ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ઘોને ન આપવાની સલાહ

લંડન, તા.૧૪: યુરોપીય સંઘને ઔષધિ નિયામકની કોવિડ ૧૯ ટાસ્ક ફોર્સે કોવિશીલ્ડ નામથી બની રહેલા એસ્ટ્રાજેનેકા ઓકસફોર્ડને કોરોના રસીને ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ઘોને ન આપવાની સલાહ અપાઈ છે.

રવિવારે ટાસ્ક ફોર્સના પ્રમુખ માર્કો કેવેલરીએ કહ્યું કે આ રસીના લોહીમાં થક્કા બનવાના કેટલાક મામલા સામે આવી ચૂકયા છે અને હવે આને વિકલ્પ તરીકે બીજી રસી હાજર છે. એટલા માટે વૃદ્ઘોને આ રસી આપવાથી બચાવી શકાય છે.

જોકે યુરોપીય મેડિસિન એજન્સી(ઈએમએ) એસ્ટ્રાજેનેકાની રસીના ૧૮ વર્ષથી ઉપરના તમામ ઉંમરના લોકો માટે સુરક્ષિત ગણાવી ચૂકયા છે. પરંતુ યુરોપિય સંદ્યના અનેક સભ્ય દેશોએ લોહીના થક્કા બનવાના અનેક મામલાના કારણે ૫૦ થી ૬૫ વર્ષના લોકો માટે આનો ઉપયોગ પ્રતિબંધિત કરી રાખ્યો છે.

મોસ્કોમાં રસીકરણના ધીમા દરને તેઝ કરવાના પ્રયાસમાં કોરોનીની રસી લગાવનારને ઈનામના ડ્રોમાં કાર આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે. મોસ્કો મેયર સર્ગેઈ સોબયાનિને રવિવારે જણાવ્યુ કે અધિકારીઓના કોરોના વાયરસના મામલામાં વધારાને રોકવા માટે પગલા ભરવામાં આવ્યા છે.  ૧૪ જુનથી ૧૧ જુલાઈ સુધી રસીના બે ડોઝ લઈ ચૂકેલા ૧૮ થી વધારે ઉંમરના કોઈ પણ વ્યકિતને હવે કાર જીતવા માટે ઈનામી ડ્રોમાં એન્ટ્રી  લેવી પડશે. પ્રત્યેક અઠવાડિયાના એક મિલિયન રુબલ (૧૦.૧૭ લાખની) ૫ કાર આપવામાં આવશે.

(10:57 am IST)