Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

હાઈશ : ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર નહિ : દેશનાં 148 જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર

દેશના 9 રાજ્યોનાં લોકો 100 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ ખરીદી રહ્યા છે.

નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશનાં ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયું છે. જો કે ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ વધારો કર્યો નથી.

  સોમવારે જ ઇંધણનાં ભાવમાં વધારો થયો હતો. 4 મેથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં થયેલા વધારાને કારણે ભાવ વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. લિટર દીઠ પેટ્રોલની કિંમત પહેલા જ 100 રૂપિયાને પાર કરી ગઈ છે. વધતા જતા ઇંધણનાં ભાવથી દેશનાં સામાન્ય લોકો ત્રાસી ગયા છે. સરકાર પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો માટે ક્રૂડ ઓઈલને દોષી ઠેરવી રહી છે. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતમાંથી 80 ટકાથી વધુની આયાત કરે છે. જણાવી દઇએ કે, દેશમાં પહેલીવાર ડીઝલનો ભાવ પણ 100 રૂપિયાને પાર કરી ગયો છે. એટલું જ નહીં, હાલમાં દેશનાં 148 જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. 9 રાજ્યોનાં લોકો 100 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ ખરીદી રહ્યા છે.

(12:22 pm IST)