Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ચર્ચાઓ પર શરદ પવારે કહ્યું _ આ બાબત સંપૂર્ણ નિરાધાર

પ્રશાંત કિશોર સાથેની મુલાકાત બિન રાજકીય હતી. 2024ની ચૂંટણીને લઇ કોઇ ચર્ચા થઇ નથી.

મુંબઈ : એનસીપી સુપ્રીમો શરદ પવારના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ચર્ચાઓ પર ખુદ તેમણે જ પૂર્ણવિરામ મૂકી દીધું છે. શરદ પવારે કહ્યું કે આ બિલકુલ નિરાધાર છે કે પ્રશાંત કિશોરે મને રાષ્ટ્રપતિ ચૂંટણીની ઉમેદવારીને લઇ વાતચીત કરી હોય. તેનો પ્રશ્ન જ ઉભો થતો નથી.

પવારે વધુમાં કહ્યું કે મને નથી ખબર તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કયું ગણિત લગાવ્યું છે. જ્યારે તેઓ મને મળ્યા હતા ત્યારે આ મુલાકાત બિન રાજકીય હતી. 2024ની ચૂંટણીને લઇ કોઇ ચર્ચા થઇ નથી.

વાત એમ છે કે માનવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર આખા વિપક્ષને સાંધવામાં લાગ્યા છે. માહિતી મળી રહી છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારને આગળના રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે રજૂ કરી શકે.પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી બાદ અંદાજે ત્રણ વખત શરદ પવાર સાથે મુલાકાત કરી છે

(12:00 am IST)