Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

દક્ષિણ આફ્રિકામાં જૅકબ ઝુમાની ધરપકડ બાદ થયેલી હિંસામાં 70થી વધુ લોકોનાં મૃત્યુ

અનેક શહેરોમાં ટોળાંએ લૂંટફાટ કરી, શૉપિંગ સેન્ટરોમાં આગ ચાંપી અને ઘણી જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ

પૂર્વ રાષ્ટ્રપતિ જૅકબ ઝુમાને જેલમાં બંધ કર્યા બાદ દક્ષિણ આફ્રિકામાં થયેલી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 72 થઈ ગઈ છે.

 ઘણાં શહેરોમાં ટોળાંએ લૂંટફાટ કરી, શૉપિંગ સેન્ટરોમાં આગ ચાંપી અને ઘણી જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું .

 ડરબનમાં એક  ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનોમાં લૂંટ બાદ આગ ચાંપી દીધી હતી.

એક દિવસ પહેલાં સોવેટોના એક શૉપિંગ સેન્ટરમાં લૂંટફાટ દરમિયાન થયેલી ભાગદોડમાં 10 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ગત સપ્તાહથી શરૂ થયેલી હિંસા બાદ પોલીસની મદદ માટે સેનાને તહેનાત કરાઈ છે.

દક્ષિણ આફ્રિકાની પોલીસે 12 સંદિગ્ધની ઓળખ કરી છે અને કુલ 1,234 લોકોની ધરપકડ કરી છે

દક્ષિણ આફ્રિકાની પોલીસે એક નિવેદનમાં કહ્યું કે તેમણે તોફાન ભડકાવનારા 12 સંદિગ્ધ લોકોની ઓળખ કરી છે અને કુલ 1,234 લોકોની ધરપકડ કરી છે.

રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ આ હિંસાને દક્ષિણ આફ્રિકામાં નેવુંના દાયકા દરમિયાન રંગભેદ ખતમ થયાના પહેલાંના સમય બાદની સૌથી ભયંકર હિંસા ગણાવી છે

ક્વાઝુલુ-નટાલ અને ગૌતેંગ પ્રાંતોમાં મુખ્ય અને નાનાં શહેરોમાં આગચંપી, રાજમાર્ગો પર અડચણ, દુકાનો અને ગોડાઉનોમાં લૂંટ થયાના સમાચાર આવી રહ્યા છે.

મંત્રીઓએ ચેતવણી આપી છે કે જો લૂંટફાટ ચાલુ રહેશે તો અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાનપાનનો જથ્થો ખતમ થઈ જશે. જોકે તેમણે કટોકટીની ઘોષણાનો ઇનકાર કર્યો છે

(11:49 pm IST)