Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ફીટ રહેવા દાઉદ પાકિસ્તાનમાં પોતાના ઘરે રોજ બેડમિન્ટન રમે છેઃ ઇકબાલ કાસ્કર

દાઉદના ભાઇ ઇકબાલ કાસ્કરે ડી કંપની અને દાઉદ વિશે રહસ્યો ખોલ્યા

મુંબઇ તા. ૧પ :.. ૩ દાયકાથી ભારત માટે મોસ્ટ વોન્ટેડ રહેલો દાઉદ ઇબ્રાહીમ હાલ પાકિસ્તાનમાં છૂપાયો છે. આ દરમયાન દાઉદ વિષે નવી વાત બહાર આવી છે. દાઉદ ઇબ્રાહીમના નાના ભાઇ ઇકબાલ કાસ્કરે જણાવ્યું છે કે ડોન નિયમિત રીતે બેડમિન્ટન રમે છે.

એનસીબીએ કાસ્કરને ર દિવસ માટે કસ્ટડીમાં લીધો હતો એ દરમ્યાન ડી કંપની અને ડોન વિષે નવી બાબતો સામે આવી છે.

ઇકબાલ કાસ્કરે આ દરમ્યાન જણાવ્યું હતું કે દાઉદ ખુદને ફીટ રાખવા માટે પાકિસ્તાનમાં પોતાના એપાર્ટમેન્ટમાં રોજ બેડમિન્ટન રમે છે. ડી કંપનીની ડ્રગ સિન્ડીકેટ વિષે પણ તેણે મહત્વની માહિતી આપી હતી. એનબીસીનું કહેવું છે કે ડી કંપનીના લોકો અલગ અલગ માર્ગોથી ડ્રગ્સ મુંબઇ મોકલે છે.

(11:38 am IST)