Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી

PM મોદીના કાર્યક્રમમાં કાળા કપડાંને નો એન્ટ્રી : લોકોના માસ્ક અને RSS વર્કરની ટોપી પણ ઉતારી લેવાઈ

પોતાના કાર્યકાળમાં ૨૭મી વખત તેઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં પહોંચ્યા છે

નવી દિલ્હી, તા.૧૫: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે વારાણસીના પ્રવાસ પર છે અને પોતાના કાર્યકાળમાં ૨૭મી વખત તેઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં પહોંચ્યા છે. વર્ષ ૨૦૨૨માં યુપીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે પીએમ મોદીનો આજનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જોકે તેમના સંબોધન પહેલા એક વિવાદ પણ સામે આવ્યો હતો.

પીએમ મોદીના પ્રવાસને લઈને તંત્ર હાઇઅલર્ટ પર હતું અને સંબોધન સ્થળ પર કાળા કપડાં પહેરીને પહોંચવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આટલું જ નહીં કાળા શર્ટ વાળા લોકોને પણ એન્ટ્રી આપવામાં આવી નહીં. ત્યાં સુધી કે RSSના સ્વયંસેવકોની ટોપી પણ ઉતારી લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોઈ વિરોધ ન કરી શકે તે માટે તંત્ર દ્વારા આ ખાસ તૈયારી કરવામાં આવી હતી. કાળા માસ્ક પણ ઉતારી લેવામાં આવ્યા હતા. પીએમ મોદીના કાર્યક્રમમાં આ પ્રકારના નિયમો દ્યણા કાશીમાં ચર્ચાનો વિષય બન્યા છે.

PM મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. આ સાથે જ તેમણે B.H.U ગ્રાઉન્ડમાં લોકોને સંબોધિત કરતાં રાજયના CM યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા. છેલ્લા દ્યણા દિવસોમાં નેતૃત્વ પરિવર્તન અને યુપી સરકારમાં દ્યણા મોટા ફેરબદલ થશે તે વાતને ખોટી સાબિત કરી દીધી છે. CM યોગીને તેમણે એકદમ કર્મઠ અને લોકપ્રિય નેતા બનાવતા તેમણે કોરોના સંકટથી લડવામાં યોગી સરકાર દ્વારા કરેલ કામના દ્યણા વખાણ કર્યા છે.

(4:11 pm IST)