Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

દશેરાઅ તેજી, દિવાળી સારી જવાના અણસાર

ઓટોમોબાઇલમાં બુકિંગ માટે ઇન્‍કવાયરી પરંતુ ચીપને કારણે કાર માટે લાંબુ વેઇટિંગ : એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેકટમાં ૧૦ ટકા ગ્રોથ, ઇલેકટ્રોનિકલ માટે ઇ-કોમર્સ હરીફાઇ વધારી

મુંબઇ,તા. ૧૫: દશેરાથી શરૂ થતાં શુભ મુહૂર્ત મિલ્‍કત ગાડી સહિત અન્‍ય ચીજવસ્‍તુઓમાં ખરીદી શરૂ થઇ જતી હોય છે. દિવાળીને ગણીને ૧૫ દિવસ બચ્‍યાં છે ત્‍યાં આ ત્રણ સેગમેન્‍ટમાં ખરીદદારોની ધીમી ગતિએ ખરીદી શરૂ થઇ છે. રીઅલ એસ્‍ટેટ અને ઇલેકટ્રોનિકસ સેગમેન્‍ટમાં મર્યાદિત પ્રમાણમાં રોકાણ શરૂ થયું છે. બીજી તરફ તાઇવાન-મલેશિયાથી આવતી સેમીકન્‍ડકટર ચીપની અછતના કારણે ઓટોમોબાઇલ કંપનીઓના મેન્‍યુફેકચરિંગ પર ૪૦ ટકા સુધીના કાપના કારણે ફોર વ્‍હીલરના તમામ સેંગમેન્‍ટમાં ૩ થી ૭ મહિનાનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
નવરાત્રીથી લઇને દિવાળી સુધીમાં એક મહિનો ઉદ્યોગ જગત માટે અગત્‍યનો હોય છે. જો કે, આ વર્ષે કોરોનાની ત્રીજી લહેર ઓકટોબરમાં ત્રાટકે તેવી ચિંતા વ્‍યકત કરવામાં આવી હતી. તેની સામે સારા પ્રમાણમાં થયેલા વેકિસનેશનના કારણે કોરોનાની ચાલ ધીમી પડી છે. તેમ છતાં રીઅલ એસ્‍ટેટ, ઓટોમોબાઇલ્‍સ અને ઇલેકટ્રોનીકસ સેગમેન્‍ટમાં જોઇએ તેટલો ગ્રોથ નહીં નોંધાયો હોવાનો ઉદ્યોગ તજજ્ઞોને મત છે. ઇલેકટ્રોનીકસ સેગમેન્‍ટમાં ઓનલાઇન પ્‍લેટફોર્મથી વધેલી ખરીદીના કારણે રિટેઇલર્સ પાસે ૫૦ ટકા માંગ ઓછી હોવાનો મત છે. જ્‍યારે રીઅલ એસ્‍ટેટ એફોર્ડેઅલ  હાઉસિંગમાં ૧૦ ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. તે સિવાયના અન્‍ગ સેગમેન્‍ટમાં હજુ પણ માંડ ૫ થી ૭ ટકા ઇન્‍કવાયરી હોવાની વાત સામે આવી છે. તે જ પ્રમાણે, ઓટોમોબાઇલ્‍સ સેગમેન્‍ટ દર વર્ષે દશેરાએ જ સુરતમાં ૨૦૦૦થી વધુ ફોર વ્‍હીલ અને ૫૦૦૦ થી વધુ ટુ વ્‍હીલરનું વેચાણ થતુ હોય છે. તેની સામે ૨૦ ટકા ટુ વ્‍હીલર સેગમેન્‍ટમાં ઓછી માંગ અને ફોર વ્‍હીલર સેગમેન્‍ટમાં ૪૦ ટકા પ્રોડકશન કાપની અસર વર્તાઇ છે. આ અંગે અગ્રણી ઓટોમોબાઇલ ડીલર વિશ્વજીત જાડેજા જણાવે છે કે આ વર્ષે ઓટોમોબાઇલ્‍સ માટે શ્રેષ્‍ઠ વર્ષ હોતે, પણ સેમીકન્‍ડકટર ચીપની અછતના કારણે ઓટો મેન્‍યુફેકચર કંપનીઓને પણ અસર છે. જેના કારણે ઘણી કારમાં તો ૭-૭ મહિના સુધીના વેઇટિંગ પણ છે. દિવાળી પર સારો વેપાર મળે તેવી આશા વ્‍યકત થઇ છે.
 મનગમતી ગાડી માટે લોકોએ રાહ જોવી પડે તેવી સ્‍થિતી
સેમીકન્‍ડકટર ચીપ મોટાભાગે તાઇવાનમાં તૈયાર થાય છે. આ વખતે ત્‍યાં દુકાળની સ્‍થિતીના કારણે તેનું પુરતા પ્રમાણમાં પ્રોડકશન થઇ શક્‍યુ નથી જેના કારણે ગાડીઓના મેન્‍યુફેક્‍યરિંગને પણ ૪૦ ટકાની અસર જોવા મળી છે. આ અસર વેઇટિંગમાં પરિવર્તન થયું છે ૩ થી ૫ મહિનાનું સરેરાશ ગાડીઓ પર વેઇટિંગ છે.મનગમતી ગાડી લેવા માટે લોકોએ રાહ જોવાની સ્‍થિતી આવી છે
ઇલેક્‍ટ્રોનિકસના દરેક સેગમેન્‍ટમાં ધીમી માંગ દેખાઇ
દર વર્ષે જે પ્રમાણે ઇલેક્રટોનિકલ વસ્‍તુઓની દિવાળીથી ખરીદી શરૂ થતી હોઇ તેવું માર્કેટ આ વખતે જોવા મળ્‍યુ નથી. દરેક કંપનીઓ પાસે પૂરતા પ્રમાણમાં સ્‍ટોક છે. પરંતુ આ વખતે ઇલેકટ્રોનિકસ સેગમેન્‍ટમાં લોકોના ખાસ રસ જોવા મળી રહ્યો નથી. તમામ સેગમેન્‍ટમાં ૫૦ ટકા જેટલી ઓછી ખરીદીની છે. જેમ દિવાળી નજીક આવે તેમ ખરીદી વધે તેવી આશા છે.
ઓલઓવર માર્કેટ સારૂં પણ રો-મટીરિયલની અસર વધુ
રીઅલ એસ્‍ટેટ સંકટમાં ગયા વર્ષેની સરખામણીએ આ વખતે માર્કેટ સુધર્યું છે. હજુ પણ લગભગ ૨૫૦ જેટલી સાઇટ સુરતમાં કાયરત છે. જે પૈકી હાઉસિંગ સેગમેન્‍ટમાં ૧૦ ટકાનો ગ્રોથ છે. જ્‍યારે અન્‍ય સેગમેન્‍ટમાં પણ ધીમી ઇન્‍કવાયરી જોવા મળી છે. તેની સામે સિમેન્‍ટ-સ્‍ટીલના વધતાં દરના માર્કેટને અસર કરે છે

 

(10:19 am IST)