Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

આ છે વિશ્વની સૌથી ઊંચી મહિલા રૂમેસા ગેલગીઃ કદ ૭.૦૭ ફૂટનું

માત્ર ૨૪ વર્ષની રૂમેસાના ઊંચા કદ પાછળ વેવર સિન્‍ડ્રોમ નામની દુર્લભ બીમારી જવાબદાર છે

નવી દિલ્‍હી,તા. ૧૫: સામાન્‍ય લોકો કરતા ઊંચા કદના કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં વિશ્વમાં સૌથી ઊંચું કદ ધરાવતી મહિલાનું નામ રુમેસા ગેલગી છે. તે તુર્કીની (વ્‍યશ્વત્ત્ફૂક્ક)રહેવાસી છે અને તેનું કદ ૭.૦૭ ફૂટનું છે. માત્ર ૨૪ વર્ષની રુમેસાના ઊંચા કદ પાછળ વેવર સિન્‍ડ્રોમ નામની દુર્લભ બીમારી જવાબદાર છે. વેવર સિન્‍ડ્રોમના કારણે તેનું કદ એટલું વધ્‍યું હતું કે તે સામાન્‍ય લોકો કરતા લાંબુ લાગતું હતું. શરૂઆતમાં તેને આ રોગ હોવાનું નિદાન થયું ન હતું, પરંતુ બાદમાં ઉંમર સાથે ઊંચી ઊંચાઈની તપાસ કરવામાં આવી, ત્‍યારે આ કેસ નોંધવામાં આવ્‍યો હતો.
સામાન્‍ય લોકો કરતા ઊંચા કદના કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. તાજેતરમાં ગિનિસ બુક ઓફ રેકોર્ડ દ્વારા તેનો વીડિયો ઈન્‍સ્‍ટાગ્રામ પર શેર કરવામાં આવ્‍યો હતો. આ ક્‍લિપને સોશિયલ મીડિયા પર ૩.૬ લાખથી વધુ વ્‍યૂઝ મળ્‍યા છે. જેમાં યૂઝર્સ રૂમેસા માટે પ્રેરણાદાયક કોમેન્‍ટ કરે છે. તેમાં કેપ્‍શનમાં લખવામાં આવ્‍યું છે કે, સૌથી ઊંચા કદની હયાતસ્ત્રી.. બીજા કરતા અલગ હોવું ખરાબ નથી. તે તમને પહેલા કલ્‍પના પણ કરી હોય એવી વસ્‍તુઓ આપી શકે છે. અત્‍યારે ૨૧૫.૧૬cm (૭ ફૂટ ૦.૭ ઇંચ) સાથે તુર્કીની રુમેસા ગેલગી વિશ્વની સૌથી ઊંચી મહિલા છે.
નોંધનીય છે કે, ૨૦૧૪માં રુમેસાને સૌથી યુવા યુવતી તરીકેની ઓળખ મળી હતી. તે સમયે તે ૧૮ વર્ષની હતી. અત્‍યારે રુમેસાને ચાલવામાં મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. જેથી તે વ્‍હીલચેરનો ઉપયોગ કરે છે અને તેને એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ જવા માટે મદદ કરવા એક અસિસ્‍ટન્‍સ પણ હંમેશાં તેની સાથે રહે છે.
રુમેસા તેના ભાઈ-બહેનો અને માતાપિતા સાથે તુર્કીમાં રહે છે. તે બેસે છે ત્‍યારે તે પરિવારના અન્‍ય સભ્‍યોની ઊંચાઈની બરાબર આવે છે. કેટલીક વાર તેમના પરિવારના સભ્‍યોને તેના ચહેરા સુધી પહોંચવા માટે ટેબલ અથવા ખુરશીનો આશરો લેવો પડે છે.
વર્લ્‍ડ રેકોર્ડમાં નામ નોંધવામાં આવ્‍યું હોવાનો રુમેસાને આનંદ છે, પરંતુ તેનું કહેવું છે કે તેણે ઘણું સહન કર્યું છે. સ્‍કૂલ તેમજ કોલેજમાં તે પોતાની ઊંચાઈને કારણે લોકોની મશ્‍કરીનો શિકાર બની હતી. લોકો તેને હેરાન કરતા રહ્યા પરંતુ આ કારણે તે વધુ મજબૂત બની હતી. પોતાની ઊંચાઈ બાબતે રુમેસાએ કહ્યું કે, ઊંચા હોવાના દ્યણા ફાયદા પણ છે અને તેનું નામ વર્લ્‍ડ રેકોર્ડમાં નોંધાયું હોવાથી તે ખૂબ ખુશ છે. ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં નામ હોવું તે કોઈ માટે ગર્વની વાત છે. જેના કારણે હવે રુમેસા વધુ મજબૂત બની છે.

 

(10:24 am IST)