Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ઈરાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ:યુએઈમાં આફ્ટર શોક : T20 વર્લ્ડકપ ફાઇનલ પહેલા દુબઈની ધરા પણ ધ્રુજી ઉઠી

દુબઈમાં ભૂકંપના ઝટકા અનુભવાયા :ભયભીત થયેલા લોકો બિલ્ડિંગોમાંથી બહાર દોડી ગયા

નવી દિલ્હી : દક્ષિણી ઈરાનમાં રવિવારે સાંજે 6.2 તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો. જે બાદ આફ્ટર શોક યુએઇમાં પણ અનુભવાયો હતો ટી-20 વર્લ્ડકપની ફાઇનલ આજે રવિવારે યુએઇના આ દુબઈમાં રમાવાની છે. ભારતીય સમય અનુસાર સાંજે સાડા સાત વાગ્યે મેચ શરૂ થવાની છે અને એની થોડી જ વાર પહેલા દુબઈમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્યાર બાદ ભયભીત થયેલા  લોકો બિલ્ડિંગોમાંથી બહાર આવી ગયા હતા.

આરબ ન્યૂઝના જણાવ્યા અનુસાર દક્ષિણી ઈરાનમાં રવિવારે સાંજે 6.2 તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો. જે બાદ આફ્ટર શોક યુએઇમાં પણ અનુભવાયો હતો. અને દુબઈમાં પણ લોકોને ધરતીકંપનો અનુભવ થયો હતો. દુબઈમાં જે ભૂકંપ અનુભવાયો તે 2. ની તીવ્રતાથી આવ્યો હતો. 

ભૂકંપના કારણે લોકો ઓફિસો અને ઘરોની બહાર આવી ગયા હતા. ખાલીજ ટાઈમ્સના જણાવ્યા અનુસાર દુબઈના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં આફ્ટર શોક્સ અનુભવાયા હતા. જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. દુબઈ સિવાય શારજાહમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા સોશ્યલ મીડિયા પર લોકોએ ફોટો અને વિડીયો પણ શેર કર્યા હતા .

(12:00 am IST)