Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

૨૭મીથી મોરારીબાપુની અયોધ્યાધામ વિસ્તારમાં પરિક્રમા કરતા અલગ- અલગ સ્થળોએ રામકથાનો થશે પ્રારંભ

કારસેવક પુરમ,પીપરી ગામ તમસા ઘાટ, શૃંગવીરપુર પ્રયાગરાજ, સુતા હનુમાન સામે, વાલ્મિકી આશ્રમ અને સુરેન્દ્ર પાલ સ્કૂલ પરિસર -ચિત્રકૂટ, અને નંદીગ્રામ સહિતના સ્થળે કથાનો લ્હાવો : આસ્થા અને યુટયુબ ચેનલ પર જીવંત પ્રસારણ

રાજકોટ તા. ૧૫ : જાણીતા કથાકાર મોરારીબાપુ દ્વારા ૮૬૮મી રામકથા આગામી તા. ૨૭ નવેમ્બરથી ૫ ડિસેમ્બર દરમિયાન અયોધ્યાધામના વિસ્તારમાં પરિક્રમા કરતા કરતા અલગ અલગ સ્થળોએ થશે.

આ રામકથા અયોધ્યાના કારસેવક પુરમ, પીપરી ગામ તમસા ઘાટ, શૃંગવીરપુર પ્રયાગરાજ, સુતા હનુમાન સામે, વાલ્મિકી આશ્રમ અને સુરેન્દ્ર પાલ સ્કૂલ પરિસર -ચિત્રકૂટ, અને નંદીગ્રામ સહિતના સ્થળે કથાનો લ્હાવો મળશે આ રામકથાનું આસ્થા અને યુટયુબ ચેનલ પર જીવંત પ્રસારણ થશે.

(11:21 am IST)