Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

જમ્મુ-કાશ્મીરમાં આતંકનો સફાયો ચાલુઃ આ વર્ષે ૧૩૪ આતંકી ઠારઃ ૧૩૫ની ધરપકડ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકીઓની વિરુદ્ધ ચલાવેલા ઓપરેશન ઓલ આઉટમાં મોટી સફળતા મળી છે

નવી દિલ્હી,તા.૧૫: કાશ્મીરમાં જવાનોએ ટોપ આતંકી કમાન્ડર્સને ઠાર કર્યો છે. જેમાં A+++ કેટેગરીના ૫ આતંકી સામેલ હતા. સાથે તેમને મદદ કરનારાનું નેટવર્ક ધ્વસ્થ કર્યુ છે. સૂત્રોને મળતી જાણકારી અનુસાર પાકિસ્તાન હસ્તક કાશ્મીરમાં આતંકીઓના લોન્ચિંગ પેડમાં લગભગ ૨૦૦-૨૫૦ આતંકી છે અને ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં લાગ્યા છે.

આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ૧૩૪ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૨૧૪ આતંકીઓ એકિટવ છે. જેમની ધરપકડ જારી છે. અત્યાર સુધી સુરક્ષા દળોએ ૧૩૫ આતંકીઓ અને આતંકીના OGWની ધરપકડ કરી છે. આ વર્ષે ૭૯ આતંકીઓ તંજીમોમાં યુવાનોની ભરતી થઈ છે. જ્યારે ગત વર્ષ ૧૬૬ યુવા આતંકીના માર્ગે ગયા હતા. ઓપરેશન દરમિયાન ૨ આતંકીઓએ સરેન્ડર ક્યુ અને ડર્ઝન જેટલા યુવાનો મુખ્ય ધારામાં સામેલ થઈ ચૂક્યા છે.

અહીં પથ્થરબાજીમાં ઘટાડો આવ્યો છે. ઓપરેશન ઓલ આઉટની બહોળી અસર જોવા મળી. સૂત્રોના હવાલાથી મળતી જાણકારી મુજબ આ વર્ષે ન ફકત જમ્મુ કાશ્મીરમાં આતંકી સંગઠનોમાં સામેલ થનારા યુવાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

બરફ વર્ષા પહેલા આતંકી સતત ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય સેના પાકિસ્તાનની આ હરકતને નિષ્ફળ બનાવી રહી છે. આ વર્ષે એલઓસી પર ઘૂસણખોરીના ૫ પ્રયાસ કર્યા. જે નિષ્ફળ રહ્યા. લગભગ ૬ આતંકીઓ માર્યા ગયા. ત્યારે આતંકી લશ્કર અને જૈશ સંગઠનના હતા. જેમને પાકિસ્તાન સેનાની મદદથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઘૂસણખોરી કરાવી રહી હતી.

(4:56 pm IST)