Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

‘ભારત જોડો યાત્રા’માં પંજાબી ગાયક સિદ્ઘુ મૂસેવાલાના પિતા જોડાયા : યાત્રામાં રાહુલ ગાંધીની સાથે થોડો સમય ચાલ્યા

પંજાબી ગાયક સિદ્ઘુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહજીએ નફરત, ભય અને હિંસાની શક્તિઓને જડબાતોડ જવાબ આપવા માટે રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યો.

કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા હાલમાં પંજાબમાંથી પસાર થઈ રહી છે. જ્યારથી આ યાત્રાની શરૂઆત થઈ છે, ત્યારથી તેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સિવાય અલગ અલગ વિસ્તારના લોકો પણ જોડાઈ રહ્યા છે. રવિવારે પંજાબમાં ભારત જોડો યાત્રા દરમિયાન જાણીતા દિવંગત ગાયક સિદ્ઘુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ રાહુલ ગાંધીને મળ્યા. તે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સાથે નજરે આવ્યા હતા 

  કોંગ્રેસે બલકૌર સિંહ ભારત જોડો યાત્રામાં સામેલ થવાનો એક વીડિયો પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. વીડિયો શેયર કરતા લખ્યું છે ‘આજે ભારત જોડો યાત્રામાં જાણીતા પંજાબી ગાયક સિદ્ઘુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહજીએ નફરત, ભય અને હિંસાની શક્તિઓને જડબાતોડ જવાબ આપવા માટે રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યો. સિદ્ઘુ મૂસેવાલાની પંજાબના મનસામાં ધોળાદિવસે હત્યા કરવામાં આવી હતી

 

(10:44 pm IST)