Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં ઈતિહાસ રચ્યો:317 રને મેચ જીત્યો :શ્રીલંકા 22 ઓવરમાં 73 રનમાં ઓલઆઉટ

ભારતના નામે હવે વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ બની ગયો: મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાના બેટ્સમેનો ઘૂંટણીયે

ટીમ ઈન્ડિયાએ તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી વનડેમાં ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડે 317 રને જીતી લીધી છે. આ સાથે જ ભારતના નામે હવે વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ બની ગયો છે.

 ભારતના 391 રનના રટાર્ગેટ સામે શ્રીલંકાની ટીમ માત્ર 73 રન કરી શકી હતી ભારતના નામે હવે વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ બની ગયો છે ટીમ ઇન્ડિયાના મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાના બેટ્સમેનો ઘૂંટણીયે પડ્યા હતા 

શ્રીલંકાની 57 રનમાં 8 વિકેટ પડી ગઈ હતી . 19 ઓવરમાં જ શ્રીલંકાની ટીમના ટોપના બેટ્સમેનો આઉટ થઈ ગયા હતા 

શ્રીંલંકાની શરુઆત ખરાબ રહી છે. ઓપનર ફર્નાંડો 1 રને સિરાજનો શિકાર બન્યો છે. શ્રીલંકાએ 31 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. સિરાજે મેન્ડિસને 4 રને અને શમીએ અસાંલકાને 1 રને આઉટ કર્યો છે

ભારતે શ્રીલંકા સામે 391 રનનો ટાર્ગેટ રાખ્યો હતો . ભારત તરફથી ગીલે 116 રન અને કોહલીએ 162 રનનું યોગદાન આપ્યું હતું.

(12:00 am IST)