Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

નેપાળના પોખરામાં પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં 40 લોકોના મોતની પુષ્ટિઃ પ્લેનમાં 5 ભારતીય મુસાફરો પણ સવાર હતાઃ નેપાળ સરકારે સોમવારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

પોખરા એરપોર્ટ પાસે 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સહિત 72 લોકોનું વિમાન ક્રેશ થયું હતુઃ પ્લેનમાં સવાર પાંચ ભારતીયોના નામ સંજય જયસ્વાલ, સોનુ જયસ્વાલ, અનિલ કુમાર રાજભર, અભિષેક કુશવાહા અને વિશાલ શર્મા છે

નેપાળના પોખરામાં અકસ્માતનો ભોગ બનેલા યતી એરલાઇન્સના પ્લેનમાં ઓછામાં ઓછા 5 ભારતીય મુસાફરો પણ સવાર હતા. જણાવી દઈએ કે પોખરા એરપોર્ટ પાસે 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સહિત 72 લોકોનું વિમાન ક્રેશ થયું હતું. રિપોર્ટ અનુસાર, પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં 40 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. પ્લેનમાં સવાર પાંચ ભારતીયોના નામ સંજય જયસ્વાલ, સોનુ જયસ્વાલ, અનિલ કુમાર રાજભર, અભિષેક કુશવાહા અને વિશાલ શર્મા છે.

72 લોકોથી ભરેલ વિમાન ક્રેશ થવા પર નેપાળમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. બીજી તરફ, પોખરા એરપોર્ટ પર પ્લેન ક્રેશને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે સોમવારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

(12:00 am IST)