Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

આવતીકાલથી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકઃ લોકસભા ચૂંટણીને લઈ પ્રમુખ તરીકે જેપી નડ્ડાનાં કાર્યકાળને લંબાવવાઇ તેવી સંભાવના

- બેઠકમાં વડા પ્રધાન મોદી, જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. હાજરી આપશે

નવી દિલ્‍હીઃ આવતીકાલથી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી રહી છે. ભાજપની ઔપચારિક બેઠક NDMC કન્વેન્શન સેન્ટર ખાતે સાંજે 4 વાગ્યે શરૂ થશે.પ્રમુખ જેપી નડ્ડાના અધ્યક્ષીય સંબોધનની સાથે બેઠકની શરૂઆત થશે. 17 જાન્યુઆરી, મંગળવારે સાંજે 4 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન પ્રવચન સાથે બેઠકનું સમાપન થશે.

સંતોષ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાષ્ટ્રીય કાર્યકારિણીના અન્ય નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે.

આ બેઠક દરમિયાન પાર્ટીના વર્તમાન અધ્યક્ષ નડ્ડાનો કાર્યકાળ 2024ની લોકસભા ચૂંટણી સુધી વધારવાના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. મોદી સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોની ઉપલબ્ધિઓ અને ભારતને આપવામાં આવેલી G-20 અધ્યક્ષતા સંબંધિત પ્રસ્તાવો પણ બેઠક દરમિયાન પસાર થઈ શકે છે.

(12:00 am IST)