Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ભાજપ ના એક નેતા આ પ્રતિબંધિત ચાઈનીઝ માંઝાની ઝપેટેઃ બાઇક પર જતી વખતે થયો અકસ્માતઃ નાક અને હોઠ કપાયા

દીનદયાળ મંડળના કાર્યાલય મંત્રી વિષ્ણુ પોરવાલ એક સંબંધી સાથે બાઇક પર જઈ રહ્યા હતા આ દરમ્યાન ઋષિનગરમાં ચાઈનીઝ માંઝો તેમના ચહેરા પર ફસાઈ ગયો.

નવી દિલ્‍હીઃ  સરકારે ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મુક્યો હોવા છતા ઘણા લોકો તેનો ઉપયોગ કરવાનું ટાળતા નથી. અને તે ચાઈનીઝ માંઝાના કારણે નિર્દોષ લોકો ઘાયલ થતા હોય છે. તો આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશમાં બન્યો છે. ભાજપ ના એક નેતા આ પ્રતિબંધિત ચાઈનીઝ માંઝાની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે ઘાયલ થયા છે.દીનદયાળ મંડળના કાર્યાલય મંત્રી વિષ્ણુ પોરવાલ એક સંબંધી સાથે બાઇક પર જઈ રહ્યા હતા, આ દરમ્યાન ઋષિનગરમાં ચાઈનીઝ માંઝો તેમના ચહેરા પર ફસાઈ ગયો.

મધ્યપ્રદેશના ઉજ્જૈન (MP ઉજ્જૈન)માં ચાઈનીઝ માંજાની ઝપેટમાં આવી જતાં એક બીજેપી નેતાનું નાક અને હોઠ કપાઈ ગયા હતા. આ દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ ભાજપના નેતાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

વાસ્તવમાં, 40 વર્ષીય વિષ્ણુ પોરવાલ ભાજપના દીનદયાળ મંડળના કાર્યાલય મંત્રી છે. વિષ્ણુ પોરવાલ શુક્રવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બાઇક પર જઇ રહ્યા હતા. તે જ સમયે રસ્તામાં તેમના ચહેરા પર એક ચાઈનીઝ માંઝો અચાનક ફસાઈ ગયો. જેના કારણે તેમના હોઠ અને નાક કપાઈ ગયા હતા.

આ પછી વિષ્ણુને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, વિષ્ણુ અગ્રવાલ ચાઈનીઝ માંઝાની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.

(12:00 am IST)