Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

વિશ્વના શ્રીમંતો પર ૫% ટેક્ષ લગાવવાથી ૨ અબજ લોકોની ગરીબી દુર થાય

અબજપતિઓની સંપત્તિ રોજ ૨૨૦૦૦ કરોડ જેટલી વધે છે : ઓકસફેમનો રિપોર્ટ : જો ૫ ટકા ટેક્ષ લાગે તો ૧.૭ ટ્રિલિયન ડોલર એકઠા થઇ શકે તેમ છે

દાવોસ તા. ૧૬ : ઓક્‍સફેમે પોતાના રિપોર્ટમાં જણાવ્‍યું છે કે વિશ્વના અમીરો પર ૫ ટકા ટેક્‍સ લગાવવાથી એક વર્ષમાં લગભગ ૧.૭ ટ્રિલિયન ડોલર એકત્ર થઈ શકે છે, જે લગભગ ૨ અબજ લોકોને ગરીબી રેખામાંથી બહાર લઈ જઈ શકે છે.

વિશ્વના સૌથી ધનિક ૧ ટકાની સંપત્તિ છેલ્લા બે વર્ષમાં વિશ્વના બાકીના ૯૯ ટકા લોકોની સંપત્તિ કરતાં લગભગ બમણી ઝડપથી વધી છે. એક નવા રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.  ઓક્‍સફેમે વર્લ્‍ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક દરમિયાન પોતાનો વાર્ષિક અસમાનતા રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે વિશ્વના અમીરોની સંપત્તિમાં દરરોજ ૨.૭ અબજ ડોલરનો વધારો થયો છે. બીજી તરફ, વિશ્વના ૧.૭ અબજ કામદારો એવા દેશોમાં રહે છે જયાં વેતન કરતાં મોંઘવારી વધુ છે.

ઓક્‍સફેમે પોતાના રિપોર્ટમાં જણાવ્‍યું છે કે વિશ્વના અમીરો પર ૫ ટકા ટેક્‍સ લગાવવાથી એક વર્ષમાં લગભગ ૧.૭ ટ્રિલિયન ડોલર એકત્ર થઈ શકે છે, જે લગભગ ૨ અબજ લોકોને ગરીબી રેખામાંથી બહાર લઈ જઈ શકે છે. સર્વાઇવલ ઓફ ધ રિચેસ્‍ટ નામના આ રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે કે વર્ષ ૨૦૨૦થી વિશ્વમાં લગભગ ૪૨ ટ્રિલિયન યુએસ ડોલરની સંપત્તિ કમાઈ છે, જેમાંથી લગભગ બે તૃતીયાંશ સંપત્તિ માત્ર એક ટકામાં જ ગઈ છે.

રિપોર્ટ અનુસાર, છેલ્લા એક દાયકામાં વિશ્વના સૌથી અમીર ૧ ટકા લોકોએ વિશ્વભરમાં કમાયેલી કુલ સંપત્તિમાંથી અડધી સંપત્તિ કબજે કરી છે. જો કે છેલ્લા ૨૫ વર્ષમાં અમીર અને ગરીબ વચ્‍ચેની અસમાનતા વધી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે કે એક સામાન્‍ય માણસ પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે રોજેરોજ બલિદાન આપી રહ્યો છે, પરંતુ અમીરો દિવસેને દિવસે વધુ અમીર થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષ ખાસ કરીને અમીરો માટે ફાયદાકારક રહ્યા છે.

કોરોના મહામારી દરમિયાન કમાયેલી કુલ સંપત્તિમાંથી ૨૬ ટ્રિલિયન યુએસ ડોલર સંપૂર્ણ રીતે એક ટકા અમીરોના કબજામાં છે. જયારે બાકીના ૯૯ ટકા લોકોને માત્ર ૧૬ ટ્રિલિયન ડોલરની સંપત્તિ મળી છે. વર્ષ ૨૦૨૨ દરમિયાન ધનિકોની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે. તેનું કારણ વધતી જતી મોંઘવારી અને ઉર્જા ક્ષેત્રનો નફો હતો. રિપોર્ટ અનુસાર, ૯૫ ટકા ફૂડ અને એનર્જી કંપનીઓએ પાછલા વર્ષમાં બમણાથી વધુ નફો કર્યો છે.

(11:33 am IST)