Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

માઉન્‍ટ આબુ બન્‍યું મિની કાશ્‍મીરઃ ઠંડીએ તોડયો ૩૦ વર્ષનો રેકોર્ડઃ માઈનસ ૧૦ ડિગ્રી

મેદાની વિસ્‍તારો અને ખેતરોમાં બરફ જામી ગયાં: લોકો ડરી ગયા : માઉન્‍ટ આબુમાં ૧૨ ડિસેમ્‍બર ૧૯૯૪નાં તાપમાન માઈનસ ૭.૪ ડિગ્રી થયું હતું: ગઇકાલે પણ માઉન્‍ટ આબુમાં માઇનસ ૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું

આબુ, તા.૧૬ : રાજસ્‍થાનમાં આજે કકડતી ઠંડી પડી રહી છે. માઉન્‍ટ આબુમાં તો છેલ્લા ૩૦ વર્ષોનો ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો છે. અહીં ન્‍યૂનતમ તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી સેલ્‍સિયન પહોંચ્‍યું છે. મેદાની વિસ્‍તારો અને ખેતરોમાં બરફ જામી ગયાં છે. અહીંની સૌથી ઊંચી પહાડની ચોંટી ગુરૂ શિખર પર પણ બરફ જામી ગયું છે. માઉન્‍ટ આબુમાં આ પહેલાં ૧૨ ડિસેમ્‍બર ૧૯૯૪નાં તાપમાન માઈનસ ૭.૪ ડિગ્રી થયું હતું. મહત્‍વનું છે એ, ગઇકાલે પણ માઉન્‍ટ આબુમાં માઇનસ ૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હિલ સ્‍ટેશન માઉન્‍ટ આબુમાં જ્‍યાં જુઓ ત્‍યાં બરફની ચાદર છવાઈ ગઈ છે. આજે માઉન્‍ટ આબુમાં છેલ્લા ૩૦ વર્ષોનો ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો છે. માઉન્‍ટ અબુમાં ન્‍યૂનતમ તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી સેલ્‍સિયન પહોંચ્‍યું છે. વરસાદી નાળા, વાસણોમાં પણ બરફ જામ્‍યો છે અને  પ્રવાસીઓ ઠંડીથી બચવા તાપણાનો સહારો લઇ રહ્યા છે. અહીંની સૌથી ઊંચી પહાડની ચોંટી ગુરૂ શિખર પર પણ બરફ જામી ગયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આબુમાં આવનારાં ૪ દિવસો સુધી કકડતી ઠંડી વરસવાની છે. ન્‍યૂનતમ તાપમાન માઈનસ પર સ્‍થિર રહેશે. ૧૯ જાન્‍યુઆરી બાદ તાપમાનમાં થોડો વધારો થશે અને લોકોને થોડી રાહત મળશે. હવામાન કેન્‍દ્ર  જયપુરનાં નિર્દેશક રાધેશ્‍યામ શર્માએ જણાવ્‍યું છે કે રાજસ્‍થાનમાં સૌથી ઓછું ન્‍યૂનતમ તાપમાન માઉન્‍ટ આબુમાં નોંધાયું છે. માઉન્‍ટ આબુ ઊંચાઈ પર આવેલો પ્રદેશ છે તેથી અહીં સૌથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે હજુ પણ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે. આ તરફ બનાસકાંઠાના સરહદી વિસ્‍તારમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. તો વળી નલિયામાં રેકોર્ડબ્રેક ૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. મહત્‍વનું છે કે, રાજ્‍યના ૯ શહેરોમાં ૧૦ ડિગ્રીથી નીચુ તાપમાન પહોંચ્‍યું છે. ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.

(10:59 am IST)