Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

શહેરોની ઝેરીલી હવાથી શરદી-ઉધરસ અને શ્વાસ ચડવાની બીમારીઓ વધી

એનજીટીના આદેશને રાજસ્‍થાન-એમપી સહિતના રાજયોએ ગણકાર્યો નહીં : લોકોનાᅠસ્‍વાસ્‍થ્‍ય પર સંકટ

 મુંબઈ તા. ૧૬ : તમામ ઉપાયો છતાં દેશના વધુ પડતા શહેરોનીᅠહવા ઝેરીલી થતી જોવા મળી રહી છે. પ્રદુષણથીᅠશરદી-તાવ-ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, આંખોંનીᅠપરેશાની અંગે ડોકટરોને ત્‍યાᅠદર્દીની લાઈનોᅠવધવા લાગી છે. દિલ્‍હી તેમજ મુંબઈમાં હવાની ગુણવતા ખુબજᅠખરાબ રહી છે. જોધપુર, ફરીદાબાદ, ગયા, પટણા, ફરીદાબાદ, જેવા શહેરોની હવા શ્વાસ લેવા લાયક નથી. સમસ્‍યાથી છુટકારો મેળવવા માટે ૨૦૧૮માં રાષ્ટ્રીય સ્‍વચ્‍છ હવા કાર્યક્રમ બનાવામાં આવ્‍યો. તેના હેઠળ દસ વર્ષમાં વાયુ પ્રદુષણᅠસ્‍તરને ૭૦ થી ૮૦ ટકા સુધી ઓછું કરવાનું લક્ષ્ય છે. ચાર વર્ષમાં એનસીપી પર ૬૯૦૦ કરોડ રૂપિયા ખર્ચ થયા છે. પરંતુ સમસ્‍યા ઓછુᅠથવાના બદલે વધી રહી છે.

ખતરાનેᅠજોઈને એનજીટીએ ૨૦૧૮માં દરેક રાજયોને પ્રદુષણᅠનિયંત્રણ ઉપાય કરવાનું કહેવામાં આવ્‍યું છે. દિલ્‍હી, ગુજરાત સહિત કેટલાક રાજયોએ તેના પર અમલ કરવાનું કહ્યું હતું. મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ વગેરે રાજયોએ ધ્‍યાનમાં લીધું નહીં. જાણકારોનું કહેવું છે કે વાયુપ્રદૂષણથીᅠછુટકારો મેળવવા માટે ડીઝલ વાહનો જનરેટર, વીજળી સંયંત્રો, કારખાનાની ધુમાડો કાઢતી ચીમનીઓનેᅠકાર્બન કટર ટેક્‍નિકથી લેસ્‍કારવાની જરૂરિયાત છે.

એસીએપીએ ૧૦ વર્ષમાં વાયુ પ્રદુષણનેᅠ૭૦ થી ૮૦ ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખ્‍યું છે. પહેલા ત્રણ વર્ષમાં ૩૫ ટકા, પાંચ વર્ષમાં ૫૦ ટકા અને આવતા પાંચ વર્ષમાં ૮૦ ટકા સુધી પહોંચવાનું લક્ષ્ય છે. અનેક રાજયો તેને ધ્‍યાનમાં લઇ રહ્યા નથી. યોજના કાગળ પર જ રહી તો બધું નિષ્‍ફળ જશે.

(12:14 pm IST)