Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

શેર બજારમાંᅠરોકાણ કરનારનીᅠસંખ્‍યા ૧૦ કરોડને પાર

ડિસેમ્‍બર ૨૦૨૧ સુધી ૮.૧ કરોડ હતા ડિમેટᅠખાતા : ૨૦૨૨માં ૩૪ ટકાનોᅠવધારો : ટ્રેડર્સની સંખ્‍યામાં ઉછાળો

નવી દિલ્‍હી તા. ૧૬ : છેલ્લા કેટલાક વર્ષોમાં શેર બજારમાંᅠરોકાણ અંગે લોકોનું વલણ બદલ્‍યું છે. ખાસ કરીને કોરોના મહામારી દરમ્‍યાનᅠતેમાં તેજી જોવા મળી છે. તેથી સ્‍ટોક માર્કેટમાં કરોબારᅠકરનાર ટ્રેડર અને રોકાણકારોની સંખ્‍યા દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે. એ જ કારણ છે કે ડિમેટ ખાતાની સંખ્‍યા વધતી જોવા મળી રહી છે. શેરમાં કારોબાર કરવા માટે ઉપયોગમાં લેવાતા ડિમેટ ખાતાની સંખ્‍યા ડિસેમ્‍બર ૨૦૨૨માં વધીનેᅠ૧૦.૮ કરોડ થઇ ગઈ છે. મહત્‍વની વાત એ છે કે તેમાં વર્ષના આધાર પર ૩૪ ટકા વધારો જોવા મળ્‍યો છે.ᅠએક રિપોર્ટના જણાવ્‍યા મુજબ, શેર બજારોથી આકર્ષક રિટર્ન મળવું,ᅠ ખાતા ખોલવાની પ્રક્રિયા સરળ હોવી અને નાણાંકીય બચતમાં વધારાથી ડિમેટ ખાતાની સંખ્‍યા આટલો વધારો જોવા મળ્‍યો છે. આ રીતે ખાતામાં સતત વધારો ડિસેમ્‍બરમાં એ પહેલાનાᅠ૩ મહિનાની સરખામણીએ વધુ રહી છે. ઉલ્લેખનીય છે કે ડિમેટ એકાઉન્‍ટ બેંક ખાતા સમાન છે. જેમાં તમે શેર અને બોન્‍ડને ઇલેક્‍ટ્રોનિક ફોર્મમાં રાખી શકે છે.

આંકડાના જણાવ્‍યા મુજબ, ડિસેમ્‍બર ૨૦૨૨માં ડીમેટ ખાતાની સંખ્‍યા ડિસેમ્‍બર ૨૦૨૧નાᅠ૮.૧ કરોડની સરખામણીએ ૩૪ ટકા વધીને ૧૦.૮ કરોડ થઇ ગઈ છે. જો કે ડિમેટ ખાતાનીᅠવધતી સંખ્‍યા વચ્‍ચે એનએસઇ પર સક્રિય ગ્રાહકોની સંખ્‍યા છેલ્લા છ મહિનાથી સતત ઘટી રહી છે. ઉદ્યોગમાં સક્રિય ઉપયોગકર્તા ગ્રાહક વર્ષના આધાર પર ૧૨ ટકા વધ્‍યાᅠપરંતુ ડિસેમ્‍બર ૨૦૨૨માં મહિને દર મહિને એક ટકા ઘટીને ૩.૫ કરોડ થઇ છે

(12:15 pm IST)