Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કોલેજિયમમાં સરકારના પ્રતિનિધિને સામેલ કરોઃ ભારતના મુખ્ય ન્યાયધીશ ડી.વાય.ચંદ્રચુડને કાયદા મંત્રી કિરેન રિજિજુનો અનુરોધ

ન્યુદિલ્હી : કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડને પત્ર લખીને સૂચવ્યું છે કે સરકારના પ્રતિનિધિને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ કોલેજિયમમાં સામેલ કરવામાં આવે, એમ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે.

એવું માનવામાં આવે છે કે આ ન્યાયાધીશોની નિમણૂકના સંદર્ભમાં અદાલતોની નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને જનતા પ્રત્યે જવાબદારી આવશે.
 

આ પત્ર બંધારણીય અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયાને લઈને સર્વોચ્ચ અદાલત અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ભાગરૂપે આવ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:51 pm IST)