Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ટીમ ઇન્ડિયાનો ૩૧૭ રનથી ધરખમ વિજયઃ લંકાની કલીનસ્વીપ

બેટીંગ, બોલીંગ, ફીલ્ડીંગમાં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શનઃ હવે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ આ જ પ્રકારનું પર્ફોમન્સ જાળવી રાખવું પડશે

શ્રીલંકાના બે ફીલ્ડર ટકરાયા, બન્નેને સ્ટ્રેચરમાં લઇ જવાયા

ભારતની ઇનિંગ્સમાં ૪૩મી ઓવરમાં કોહલીએ ફટકારેલા શોટમાં શ્રીલંકાના ફીલ્ડર જેફરી વેન્ડરસે અને આશેન બંડારા બાઉન્ડરી લાઇન નજીક બોલને અટકાવવા જતા જોશભેર ટકરાયા હતા. બન્નેને ગંભીર ઇજા થઇ હતી અને બન્નેને સ્ટ્રેચરમાં લઇ જવાયા હતા. વેન્ડરસે ડીપ બેકવર્ડ સ્કવેર લેગમાંથી પોતાની ડાબી તરફ દોડીને આવ્યો હતો અને સામેથી બંડારા ડીપ મિડવિકેટમાંથી જમણી દિશામાં દોડીને આવતા બન્ને ટકરાતા વેન્ડરસે તેની ઉપર આવી ગયો હતો અને બોલ બાઉન્ડરી લાઇનની બહાર જતો રહયો હતો

નવીદિલ્હીઃ શ્રીલંકા સામેની અંતિમ વનડે મેચમાં ઐતિહાસિક જીત મેળવીને ભારતીય ટીમે ૩ મેચની વનડે સિરીઝ જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાએ ૩૧૭ રનના મોટા અંતર સાથે વિશાળ વિજય સાથે મેળવેલ છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા ૩૯૦ રનનો સ્કોર ખડકયો હતો. જેની સામે ભારતીય બોલરોએ તરખાટ મચાવતા બે આંકડાના સ્કોર પર જ શ્રીલંકન ટીમનું પતન થયુ હતું. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. તમામ ૯ વિકેટ શ્રીલંકાની ભારતે ૭૩ રનમાં જ ઝડપી લીધી હતી.

ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીના અણનમ ૧૬૬ અને શુભમન ગિલના ૧૧૬ રનની મદદથી ૫૦ ઓવરમાં ૫ વિકેટ ૩૯૦ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર ૭૩ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

વનડે ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. આ પહેલા ન્યૂઝીલેન્ડ ૨૦૦૮માં આયર્લેન્ડ સામે ૨૯૦ રનથી જીત મેળવી હતી. ત્રીજી વનડેમાં ભારતીય ટીમે ઘણા રન બનાવ્યા હતા. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને જીતવા માટે ૩૯૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોહલીએ ૧૬૬ રનની અણનમ ઇનિંગ અને શુભમન ગિલના ૧૧૬ રનની ઓલઆઉટ થઇ ગઇ હતી.

વનડે ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. આ પહેલા ન્યૂઝીલેન્ડે ૨૦૦૮માં આયર્લેન્ડ સામે ૨૯૦ રનથી જીત મેળવી હતી. ત્રીજી વનડેમાં ભારતીય ટીમે ઘણા રન બનાવ્યા હતા. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને જીતવા માટે ૩૯૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોહલીએ ૧૬૬ રનની અણનમ ઇનિંગ અને શુભમન ગિલના ૧૧૬ રનના પગલે ભારતીય ટીમે ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૯૦ રન બનાવ્યા હતા

(1:38 pm IST)