Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

એક નહીં પણ ૧૦૦ પત્‍નિ અને ૫૦૦ બાળકોનો પિતા છે આ વ્‍યક્‍તિ કેમરૂનના રાજા અબુમ્‍બીને વારસામાં મળી ૧૦૦ પત્‍ની અને ૫૦૦ બાળકો

દક્ષિણ આફ્રિકાના કેમરૂનમાં લોકો પાસે હજુ પણ બહુપત્‍નીત્‍વને કાનૂની માન્‍યતા છે

લંડન, તા.૧૬: ભલે વિશ્વમાં વસ્‍તી નિયંત્રણને લઈને હોબાળો થઈ રહ્યો હોય પરંતુ હજુ પણ ઘણા દેશો એવા છે જ્‍યાં વસ્‍તી નિયંત્રણ તો દૂરની વાત છે. ડઝનેક પત્‍નીઓ અને સેંકડો બાળકો હોવાના અહેવાલ છે. તેમની સામે વસ્‍તી નિયંત્રણને લઈને જે કવાયત થઈ રહી છે તેમાં કોઈ ફરક પડતો નથી.ઈતિહાસમાં ડોકિયું કરીએ તો ઘણી વાર અનેક રાજાઓની રાણીઓ અને તેમના સેંકડો બાળકોની વાર્તાઓ આપણે સાંભળી હશે. લોકો માટે આ આશ્‍ચર્યજનક હોઈ શકે પરંતુ આધુનિકતાના આ યુગમાં પણ એક રાજાને ડઝનેક રાણીઓ અને સેંકડો બાળકો હોય તો શું કહેશો. વિશ્વમાં વસ્‍તી નિયંત્રણને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્‍ચે એ વાત સામે આવી છે કે આફ્રિકન રાજા અબુમ્‍બી દ્વિતીયની ૧૦૦ પત્‍નીઓ અને ૫૦૦ બાળકો છે.

કેમરૂનના રાજા અબુમ્‍બી II વિશે વાત કરીએ તો, આજે તેઓ ૧૦૦ પત્‍નીઓ અને ૫૦૦ બાળકો સાથે રાજા તરીકે ઓળખાય છે. વાસ્‍તવમાં, રાજા અબુમ્‍બી II એ તેમના પિતાના મળત્‍યુ પછી ૧૯૬૮ માં સિંહાસન સંભાળ્‍યું હતું. પિતાના અવસાન બાદ તેમની રાણીઓને પત્‍ની બનાવ્‍યા બાદ તેમની ૧૦૦ પત્‍નીઓ છે. અબુમ્‍બી II તેના પિતાના મળત્‍યુ પછી કેમેરૂનમાં બાફુટનો રાજા બન્‍યો. અબુમ્‍બી II ને તેના સ્‍વર્ગસ્‍થ પિતા પાસેથી ૭૨ રાણીઓ અને તેમના બાળકો વારસામાં મળ્‍યા હતા. જ્‍યારે તેણે પોતે ૨૮ લગ્ન કર્યા છે.

જણાવી દઈએ કે આફ્રિકન દેશ કેમરૂનમાં એકથી વધુ મહિલાઓ સાથે લગ્ન કરવાનો રિવાજ છે. કોઈપણ વ્‍યક્‍તિ ગમે તેટલી વાર લગ્ન કરી શકે છે, જેના માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

કેમરૂનના બાફૂટમાં એવો રિવાજ છે કે જ્‍યારે કોઈ રાજા મળત્‍યુ પામે છે, ત્‍યારે તેના અનુગામી તેની બધી પત્‍નીઓને વારસામાં મેળવે છે, એટલે કે અબુમ્‍બીમાં લગભગ ૧૦૦ રાણીઓ છે. આ તમામ પત્‍નીઓથી તેમને હવે ૫૦૦ થી વધુ બાળકો છે.

સીએનએનના અહેવાલ મુજબ, દક્ષિણ આફ્રિકાના કેમરૂનમાં લોકો પાસે હજુ પણ બહુપત્‍નીત્‍વને કાનૂની માન્‍યતા છે અને ત્‍યાં ખાસ કરીને ગ્રામીણ વિસ્‍તારોમાં ૧ થી વધુ મહિલા સાથે લગ્ન કરવાની પરંપરા છે. આ પરંપરા જાળવી રાખવા માટે કિંગ અબુમ્‍બી ૧૦૦ પત્‍નીઓ અને ૫૦૦ બાળકો સાથે રાજા તરીકે પણ ઓળખાય છે.

જણાવી દઈએ કે અબુમ્‍બી II વર્ષ ૧૯૬૮ માં તેના પિતાના મળત્‍યુ પછી કેમેરૂનમાં બાફુટનો ૧૧મો ફોન અથવા રાજા બન્‍યો હતો. અબુમ્‍બી II હવે ૧૦૦ પત્‍નીઓનો પતિ અને ૫૦૦ બાળકોનો પિતા છે, કારણ કે કેમરૂનમાં લગ્નની કોઈ મર્યાદા નથી. જો કે આ તમામ પત્‍નીઓ તેમના પિતાના મળત્‍યુ પછી તેમને વારસામાં મળી છે, જેમને ૫૦૦ થી વધુ બાળકો પણ છે. અબુમ્‍બીની ત્રીજી પત્‍ની ક્‍વીન કોન્‍સ્‍ટન્‍સ કહે છે, ‘દરેક સફળ પુરુષની પાછળ એક મહિલા હોય છે.'અબુમ્‍બીની ત્રીજી પત્‍ની, ક્‍વીન કોન્‍સ્‍ટન્‍સે ઉમેર્યું, અમારી પરંપરા એ છે કે, નાની ઉંમરની પત્‍નીઓ વળદ્ધ ઉંમરની પત્‍નીઓની પરંપરા જાળવા માટે ઉતરાધિકાર તરીકે તૈયાર રહે છે. આ સમયે તે રાજાને પણ પરંપરા શીખવે છે કારણ કે તે સમયે રાજકુમાર હતો. સ્‍થાનિક પરંપરા અનુસાર, અબુમ્‍બીને તેના પિતાના મળત્‍યુ પછી તેની ઘણી રાણીઓ વારસામાં મળી હતી અને તેના ૫૦૦ બાળકો હતા.આ મહેલ વાંસ અને નટગુટથી બનેલો છે પરંતુ અહીં નિર્માણ માટે કંઈપણ બચ્‍યું નથી. જો કે તેને ઇંટોથી ફરીથી બનાવવામાં આવ્‍યું છે. મહેલના કોન્‍પ્‍લેક્‍સની સામે ઘણા પત્‍થર છે જે ફોનની સેવામાં માર્યા ગયેલા લોકોની કબરોને ચિホતિ કરે છે.

(3:58 pm IST)