Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

આર્મીડેની પરેડમાં જવાનોની બહાદુરી જોવા મળી

આ ઇવેન્‍ટમાં આર્મી એવિયેશનના ધ્રુવ અને રુદ્ર હેલિકૉપ્‍ટર્સ તેમ જ ઇન્‍ડિયન એરફોર્સનાં સુખોઈ-૩૦એમકેઆઇ દ્વારા ફ્‌લાય-પાસ્‍ટ કરવામાં આવ્‍યું હતુ

બૅન્‍ગલોર, તા.૧૬: ૭૫મી આર્મીડે પરેડ ગઈ કાલે બૅન્‍ગલોરમાં યોજાઈ હતી. ચીફ ઑફ ધ આર્મી સ્‍ટાફ જનરલ મનોજ પાંડેએ પરેડની સમીક્ષા કરી હતી અને બહાદુરીના અવૉર્ડ્‍સ આપ્‍યા હતા. પરેડમાં જવાનોની બહાદુરી જોવા મળી હતી. ૧૫ જાન્‍યુઆરીએ યોજાતી આર્મી-ડેની પરેડ પહેલી વખત દેશની રાજધાનીની બહાર યોજાઈ હતી.

વાસ્‍તવમાં ભારત સરકાર મહત્ત્વના કાર્યક્રમોને માત્ર દેશની રાજધાની પૂરતા સીમિત ન રાખીને દેશના જુદા-જુદા ભાગમાં યોજવા ઇચ્‍છે છે. આ ઇવેન્‍ટમાં આર્મી એવિયેશનના ધ્રુવ અને રુદ્ર હેલિકૉપ્‍ટર્સ તેમ જ ઇન્‍ડિયન ઍર ફોર્સનાં સુખોઈ-૩૦એમકેઆઇ દ્વારા ફ્‌લાય-પાસ્‍ટ કરવામાં આવ્‍યું હતું. ડ્રોન્‍સ પણ ડિસ્‍પ્‍લે કરાયાં હતાં. આ આર્મી-ડે પરેડમાં કૂચ કરનારી સુરક્ષા ટુકડીઓમાં મદ્રાસ એન્‍જિનિયરિંગ ગ્રુપ, બૉમ્‍બે સૅપર્સ, આર્ટિલરી રેજિમેન્‍ટ, પેરાશૂટ રેજિમેન્‍ટ અને મદ્રાસ રેજિમેન્‍ટનો સમાવેશ થાય છે.

(3:58 pm IST)