Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ખુશખબર.. મુસાફરોને રેલવે સ્‍ટેશન પર જ મળશે માત્ર ૪૦ રૂપિયામાં શાનદાર રૂમ

PNR નંબરથી કરાવી શકાય છે બુકિંગ

નવી દિલ્‍હી, તા.૧૬: ભારતીય રેલવેમા અનેક સુવિધાઓ આપવામાં આવે છે. જેનો લાભ મેળવીને આપણે હજારો રુપિયા બચાવી શકીએ છીએ. પરંતુ ઘણા લોકો આ સુવિધા વિશે માહિતગાર હોતા નથી. શિયાળામાં ધુમ્‍મસ અને ઠંડીના કારણે ઘણી વાર ટ્રેન મોડી પડે છે. જેના કારણે મુસાફરોને કેટલીક મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. જો તમે પણ વારંવાર ટ્રેનની મુસાફરી કરો છો તો તમે પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. તમે ૨૦ થી ૪૦ રુપિયામાં એક શાનદાર રુમ બુક કરાવી શકો છો. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારા પાસે PNR નંબર હોવો જરુરી છે.

શિયાળાની ઋતુમાં ધુમ્‍મસના કારણે ઘણી ટ્રેનો મોડી પડે છે. આવી પરિસ્‍થિતિમાં મુસાફરોને ઘણી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વાર ટ્રેન ૨, ૪ અને ૮ કલાક પણ મોડી પડે છે. આવી સ્‍થિતિમાં કેટલાક લોકોને મોંઘી હોટલોમા રાત્રી રોકાણ કરવુ પડે છે. પરંતુ મોટાભાગના લોકો નાણાના અભાવના કારણે રેલવે સ્‍ટેશન પર જ ઠંડા પવનમા બેસવા માટે મજબૂર હોય છે.

આવી સ્‍થિતિમાં તમે રેલવેના રિટાયરિંગ રૂમનો લાભ લઈ શકો છો. અહીં તમે ૪૮ કલાક રોકાઈ શકો છો અને સૌથી ખાસ વાત એ છે કે અહીં તમે ખૂબ જ ઓછા પૈસામા આ સુવિધાનો લાભ મેળવી શકો છો. અહીં તમારી પાસે ચાર્જ માત્ર ૨૦ થી ૪૦ રૂપિયા જ લેવામાં આવે છે.

હવે તમારી સામે સૌથી મોટી સમસ્‍યા એ છે કે રિટાયરિંગ રૂમનું બુકીંગ કેવી રીતે કરી શકાય. આ માટે તમારે PNR નંબરની જરૂર પડે છે. જેનાથી તમે રિટાયરિંગ રૂમનું બુકિંગ PNR નંબર દ્વારા કરવી શકો છો. મોટાભાગના રેલવે સ્‍ટેશનો પર તમને AC અને Non AC (AC/Non AC) રૂમના વિકલ્‍પ મળે છે. તમે આ https://www.rr.irctctourism.com/#/home વેબસાઇટ દ્વારા તમારા રુમની બુકીંગ કરી શકો છો.આ સુવિધા એવા મુસાફરો માટે જ છે જે લોકો પાસે કન્‍ફર્મ ટિકિટ અથવા આરએસી છે. જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો આ સુવિધાનો લાભ મેળવી શકતા નથી. તમને જણાવી દઈએ કે જો તમે ૫૦૦ કિમીથી વધુની મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો આ સુવિધા તમને જનરલ ટિકિટ પર પણ મેળવી શકાય છે. આ સિવાય એક ભ્‍ફય્‍ નંબર પર માત્ર એક રૂમની નોંધણી કરાવી શકાય છે.આ સુવિધા દેશના મુખ્‍ય રેલવે સ્‍ટેશન જેવા કે દિલ્‍હી, મુંબઈ, ચેન્નાઈ પર ઉપલબ્‍ધ છે.

(4:24 pm IST)