Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ગણતંત્ર દિવસે દિલ્‍હી સહિત ઘણા રાજયોમાં એલર્ટ

ભારતને હચમચાવી મુકવા આઇએસઆઇએસનું ષડયંત્ર

નવી દિલ્‍હીઃ ગણતંત્ર દિવસ પર દિલ્‍હી અને પંજાબ સહિત દેશના ઘણા શહેરોમાં મોટો આતંકવાદી હુમલો થઇ શકે છે. આઇબીએ એલર્ટ જાહેર કરતા કહયુ છે કે પાકિસ્‍તાનની ગુપ્તચર એજન્‍સી આઇએસઆઇ અને ઇસ્‍લામીક સ્‍ટેટ આવો હુમલો કરાવી શકે છે. ૨૬ જાન્‍યુઆરી પર દિલ્‍હી, પંજાબ અને દેશના ઘણા મોટા શહેરોમાં આતંકી હુમલો થઇ શકે છે જેના માટે આઇએસઆઇએ અંડરવર્લ્‍ડ ડોન દાઉદ ઇબ્રાહીમના સાગ્રીતોની મદદ લીધી છે. સુરક્ષા એજન્‍સીઓને આ અંગે એક ગુપ્ત રિપોર્ટ મળ્‍યો છે. દેશમાં યોજાનાર જી-૨૦ સમીટ પર પણ આઇએસઆઇએસની સાઇબર વીંગ મોટા, સાઇબર હુમલાની ફિરાકમાં છે.

આઇએસઆઇ પોતાના સ્‍લીપર સેલ અને રોહીંગ્‍યાનો ઉપયોગ કરી શકે છે. ૨૬ જાન્‍યુઆરીના અવસરે દિલ્‍હી અને પંજાબમાં આરડીએકસ બ્‍લાસ્‍ટ કરાવી શકે છે. એટલું જ નહીં અલ કાયદાના આતંકવાદીઓ લોન વુલ્‍ફ એટેકની પણ ફિરાકમાં છે. પ્‍લાન અનુસાર જો ૨૬ જાન્‍યુઆરીએ આતંકવાદીઓન પ્‍લાન નિષ્‍ફળ જાય તો જી-૨૦ સમિટ પર મોટા આતંકવાદી હુમલો દિલ્‍હીમાં કરવાનો પ્‍લાન છે. આઇએસઆઇ આ વખતે દિલ્‍હી અને પંજાબને નિશાન બનાવવા માટે રોહિંગ્‍યા અને બે બાંગ્‍લાદેશી સંગઠન અંસાર ઉલ બાંગ્‍લા અને જમાત ઉલ મુજાહીદીનનો ઉપયોગ કરી શકે છે.

સુરક્ષા એજન્‍સીઓના એલર્ટમાં કહેવાયુ છે કે પીએફઆઇ પર લગાવ્‍યા પછી તેની લો પ્રોફાઇલ વીંગ ફરીથી સક્રીય થઇ શકે છે. અને તે એક સ્‍લીપર સેલની જેમ ગોરીલા એટેક કરી શકે છે એવું પણ કહેવાયુ છે કે શીખ ટેરર ગ્રુપ દિલ્‍હી અને પંજાબમા ંમોટો આતંકવાદી હુમલો કરી શકે છે. સુરક્ષા એજન્‍સીઓએ દલ ખાલસા અને વારીશ પંજાબ પર ચાંપતી નજર રાખવા પણ કહયુ છે. આ બન્ને સંગઠનો દેશમાં વાતાવરણ બગાડવાના પુરજોશ પ્રયાસોમાં લાગેલા છે.

(4:26 pm IST)