Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

એક તોલા સોનાની કિંમત ૧૧૩ રૂપિયા

મુંબઇ, તા.૧૬: સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે ત્‍યારે સોશ્‍યલ મીડિયા પર જ્‍વેલરીનું ૬૦ વર્ષ જૂનું બિલ વાઇરલ થઈ રહ્યું છે. ૧૯૫૯ની ૩ માર્ચે મહારાષ્‍ટ્રની એક જ્‍વેલરી શૉપના આ બિલમાં સોના-ચાંદીના ભાવ જોઈને લોકો સરપ્રાઇઝડ થઈ ગયા છે. એમાં એક તોલા સોનાની કિંમત માત્ર ૧૧૩ રૂપિયા હોવાનું જોવા મળ્‍યું છે. આ વાઇરલ બિલ મહારાષ્‍ટ્રના વામન નિંબાજી અષ્ટેકર નામની દુકાનનું છે અને બિલ શિવલિંગ આત્‍મારામના નામે છે.

૧૯૫૯ની ૩ માર્ચે મહારાષ્‍ટ્રની એક જ્‍વેલરી શૉપના આ બિલમાં સોના-ચાંદીના ભાવ જોઈને લોકો સરપ્રાઇઝડ થઈ ગયા છે

(4:44 pm IST)