Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ભૂખ ન લાગતી હોય તો શરીરમાં ગંભીર બીમારીના સંકેન હો શકે

ભૂખ ન લાગે તો દાડમ, આમળા, ઍલચી, અજમો અને લીંબુનો ડાયેટમાં ઉપયોગ કરી શકાય

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ ક્યારેક કે ના યાર આજે તો ભૂખ જ નથી, કંઈ ખાવાની ઈચ્છા નથી અથવા પેટ ભરેલું ભરેલું લાગે છે...બદલાતી લાઈફસ્ટાઈલના કારણે ક્યારેક આવું દરેક સાથે બનતું હોય છે. પણ જો વારંવાર આવું થાય અથવા લાંબા સમયથી આવું થાય કે જેમાં તમને ભૂખ જ ન લાગતી હોય તો એ એક ગંભીર સમસ્યા છે. જાણો તેના વિશે વિગતવાર..

શું તમને ભૂખ નથી લાગતી?, આ એવી સમસ્યા છે જે લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઘણા લોકોને ભૂખ લાગતી હોતી નથી અને લાગે તો વધારે ખાઈ શકતા નથી. જો તમારા સાથે પણ આવી સમસ્યા હોય તો આ જાણકારી તમારા કામની છે, અહીં તમને એવી બાબતોની જાણકારી આપીશું જેનાથી ન માત્ર તમારી ભૂખ વધશે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

આર્યુવેદિક તબીબોના મતે જો તમને ભૂખ ન લાગે તો તમારે અનાર, આંબળા, ઈલાઈચી,અજમો અને લીંબુને તમારા ડાયટમાં સામેલ કરવું જોઈએ. આ વસ્તુઓથી શરીરને અનેક પોષક તત્વો મળી રહે છે. આ બધાની સાથે યોગ કરવા પણ જરૂરી છે જેનાથી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર કરી શકાય છે.

ભૂખ ન લાગવાની સમસ્યાને એનોરેક્સિયા કહેવામાં આવે છે. આ સમસ્યાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે કમજોર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ ન લાગવાની સમસ્યા રહે તો વજનમાં ઘટાડો થઈ શકે છે અને હાડકાઓ કમજોર બને છે.

ત્રિફળા ચૂર્ણને લોકો સૌથી વધારે કબજિયાતની સમસ્યા માટે ઉપયોગમાં લેતા હોય છે. જો તમને પણ ભૂખ ન લાગતી હોય તો તમે ત્રિફળા ચૂર્ણનું સેવન કરી શકો છો. તમે ગરમ દૂધમાં એક ચમચી ત્રિફળા ચૂ્ર્ણ નાખો અને તેનું સેવન કરો. ત્રિફળા ચૂર્ણના નિયમિત સેવનથી ભૂખ વધે છે.

ગ્રીન ટી ભૂખ વધારવા માટેનો સારો ઘરેલુ ઉપાય છે. ગ્રીન ટીના નિયમિત સેવનથી ન માત્ર ભૂખ લાગે પરંતુ ઘણી બિમારીઓમાંથી પણ રાહત મળે છે.

અપચો કે ભૂખ ન લાગવાની સમસ્યા પર તમે અજમાનો ઉપયોગ કરી શકો છો. અજમો ખાવાથી પેટ સાફ થાય છે. ઘણા લોકો અજમાને મીઠા સાથે મિક્સ કરીને તેનું સેવન કરતા હોય છે.

જો તમને સમયસર ભૂખ ન લાગતી હોય અથવા કઈ ખાવાનું મન ન થતું હોય તો તમારે સફરજનના જ્યુસનું સેવન કરવું જોઈએ. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે જ્યુસમાં સામાન્ય મીઠું કે સેંધા મીઠું ઉમેરો જેથી પેટ સાફ થઈ જાય છે અને ભૂખ લાગશે.

ગરમીની સિઝનમાં શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે.  નિયમિત રીતે પાણીનું સેવન કરતું રહેવું જોઈએ.  પાણીમાં લીંબુનો રસ ઉમેરી પીવાથી શરીરમાં ભૂખ વધશે અને શરીરમાં પાણીની ઘટ નહીં થવા દે..   

(5:37 pm IST)