Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

પુત્રના મોતને માતા સહન ન કરી શકીઃ બંન્નેના હાર્ટ ઍટેકથી મોતઃ કાશ્મીરમાં ૩૬ કલાકમાં ૮ લોકોનો હાર્ટ ઍટેકે ભોગ લીધો

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા., ૧૬:  જમ્મુ-કાશ્મીરમાં પ૦ વર્ષના પુત્રનું હાર્ટ ઍટેકથી મોત થતા ૮૦ વર્ષના માતા આ દુઃખદ ઘટના સહન ન કરી શકતા ૧ કલાકમાં તેનું પણ મોત થયું હતું. ઉતરીય કશ્મીરમાં બાડીપુરા જીલ્લામાં ઍક જ પરિવારના બે વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. કાશ્મીરમાં છેલ્લા ૩૬ કલાકમાં ૮ લોકોનો હાર્ટ ઍટેકે ભોગ લેતા ઘેરો શોક છવાયો છે.

આ અગાઉ રવિવારે દક્ષિણ કાશ્મીર જીલ્લામાં ૧ મહિલા અને ૧ સરકારી શિક્ષકનું તેમજ ચેરસુ અવંતીપુરામાં ૧ યુવતીનું હાર્ટ ઍટેકથી મોત થયું છે. જયારે અનંતનાગના ઍસ મુકમમાં રહેતા ૧ વ્યકિતનું પણ મોત થયું છે. જયારે પુલવામાં આવેલ પુચલ વિસ્તારમાં રર વર્ષના ઍક યુવકનું મોત થયું છે. જયારે ઉતરીય કાશ્મીરમાં બારામુલ્લા જીલ્લામાં હાર્ટ ઍટેકથી પોલીસ કર્મચારીનું મોત થયું છે. જયારે શોપીયાના સુગન વિસ્તારમાં ૧ર માં ધોરણના ઍક વિદ્યાર્થીનું પણ હાર્ટ ઍટેકથી મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

(5:43 pm IST)