Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

૨૪૭ કિમી લાંબા રોડ પર ૩૦૯ પૂર્ણ કે આંશિક લેન્ડસ્લાઈડ

જોશીમઠ ઋષિકેશ રોડ પર લેન્ડસ્લાઈડના મામલા : ટીમે લેન્ડસ્લાઈડની સ્થિતિનો અભ્યાસ કર્યો હતો : ટીમે પ્રતિ કિલોમીટરે ૧.૩ લેન્ડસ્લાઈડના કેસ જોવા મળ્યા

દહેરાદૂન, તા.૧૬ : ઉત્તરાખંડના ઋષિકેશ જોશીમઠ રોડ પર મોટા પાયે લેન્ડસ્લાઈડનું પ્રમાણ સામે આવ્યું છે. જોશીમઠમાં લેન્ડસ્લાઈડના રિપોર્ટે સરકારની ચિંતા વધારી દીધી છે. લગભગ ૮૦૦ મકાનોમાં નાની મોટી તિરાડો પડી ગઈ છે. લગભગ ૨૦૦ પરિવારને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. હવે ઋષિકેશથી જોશીમઠ હાઈવે વચ્ચે ૨૪૭ કિમી લાંબા રસ્તા પર ૩૦૦ પૂર્ણ કે આંશિક લેન્ડસ્લાઈડનો મામલો સામે આવ્યો છે. જેના કારણે આવનજાવનમાં મુશ્કેલી ઉભી થઈ છે. ભારતીય અને વિદેશી સાયન્ટિસ્ટ્સની ટીમે લેન્ડસ્લાઈડની સ્થિતિનો અભ્યાસ કર્યો હતો. ટીમે પ્રતિ કિલોમીટરે ૧.૩ લેન્ડસ્લાઈડના કેસ જોવા મળ્યા છે. આ સ્ટડી રિપોર્ટને તાજેતરમાં જ યૂરોપીય ભૂવિજ્ઞાન સંઘમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત જાણકારી મુજબ, વરસાદ, રસ્તાનું નિર્માણ, રોડ પહોળા કરવાના કારણે પણ નવા લેન્ડસ્લાઈડ થવાની વાતો કહેવામાં આવી રહી છે. આ સિવાય પ્રાકૃતિક કારણોથી પણ લેન્ડસ્લાઈડ થવાની વાત કરવામાં આવી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લેન્ડસ્લાઈડ મોટાભાગે ઉથલા કે નાના હોય છે. આ સિવાય એ ઘાતક હોય છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક વિક્ષેપને ગંભીર નુકસાન પહોંચાડે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં લેન્ડસ્લાઈડનું મેપિંગ કરવામાં આવ્યું હતું. ઋષિકેશ અને જોશીમઠ વચ્ચે ૨૪૭ કિમી લાંબા રસ્તાની સાથે ૩૦૯ લેન્ડસ્લાઈડની ઓળખ કરનારા સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, આ રસ્તો જમીન બેસી જવાની ઘટનાઓથી ખૂબ જ પ્રભાવિત છે.

લેન્ડસ્લાઈડને લઈને દાવો કરવામાં આવ્યો છે કે વિસ્તારમાં ઢોળાવની નાજુકતા, ફોકસ્ડ વર્ષા અને સતત ભૂકંપના કારણે આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે. સ્ટડીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મોટાભાગના લેન્ડસ્લાઈડ

તાજા લાગી રહ્યા હતા. પ્રાકૃતિક ખતરો અને પૃથ્વી પ્રણાલી વિજ્ઞાન જર્નલમાં આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. સાયન્ટિસ્ટ રવિકુમાર ગુંટૂ, એલેક્ઝેન્ડર પ્લાકિયાસ, ઈગો સિલ્વા જી અલ્મેડા અને વોલ્ફગેંગ શ્વાંગહારટ તરફથી આ રિસર્ચ કરવામા આવ્યું હતું.

આ રસ્તા પર લેન્ડસ્લાઈડ મેપિંગ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કરવામાં આવ્યું હતું. ગૂગલ અર્થ પર રસ્તા સિવાય અવરોધોને બતાવવા માટે આ મેપિંગ કરવામાં આવ્યું હતું. રસ્તા પર અવરોધ ઉભા કરનારા લેન્ડસ્લાઈડના ૨૧.૪ ટકા પહેલેથી જ હાજર છે. ૧૭.૮ ટકા લેન્ડસ્લાઈડના વધારે વરસાદ પડવાની સ્થિતિમાં ફરીથી સક્રિય થવાની સંભાવના હતી. ૬૦.૮ ટકા અવરોધ ગૂગલ અર્થ ઈમેજરીમાં ઓળખવા યોગ્ય નહોતા. સ્ટડીમાં લેખકોએ એવી પણ ટિપ્પણી કરી છે કે, અમે ભૂસ્ખલનનો એક વ્યવસ્થિત સર્વે કર્યો. જેનો મુખ્ય ઉદ્દેશ ઉચ્ચ સ્થાનિક રિજોલ્યુશન પર એનએચ ૭ની સાથે ભૂસ્ખલનની સંવેદનશીલતાને માપવાનો હતો. એક વિશ્લેષણ સામાન્યથી વધારે વરસાદ પડ્યા બાદ તરત ઋષિકેશથી જોશીમઠની યાત્રા પછી તૈયાર કર્યો હતો.

સ્ટડી રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, હિમાલયી વિસ્તારોમાં રસ્તાનું નિર્માણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષોમાં હિમાલયી રાજ્યોમાં ૧૧૨ હજાર કિલોમીટર રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાનો હવાલો પણ સ્ટડીમાં આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લાં ચાર વર્ષમાં લેન્ડસ્લાઈડની ઘટનાઓમાં ઉત્તરાખંડમાં લગભગ ૧૬૦ લોકોના જીવ ગયા છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, વૃક્ષોને તોડવાથી અને માટી તથા પહાડોનું ખોદકામ કરીને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. સંભવિત રૃપે અસ્થિર ઢાળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ડેટા જણાવે ચે કે, રેકોર્ડ કરવામાં આવેલા ભૂસ્ખલનના ૨૦-૪૦ ટકા મામલા ઢોળા પર વારંવાર તૂટવાનું પરિણામ છે. એટલે કે પહાડના ઢોળાવ પર વારંવાર તોડફોડ થાય છે. તીવ્ર વર્ષા બાદ આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે. પહાડના ઢોળાવ પર ટૂટવાના કારણે અહીં લેન્ડસ્લાઈડ વધારે છે, જ્યાં રસ્તાઓ પહોળા છે.

રિપોર્ટમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, ભવિષ્યમાં લેન્ડસ્લાઈડની ઘટનાઓ ભવિષ્યમાં નુકસાન અને મોતોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. વિશેષજ્ઞ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાફિકમાં કમી માર્ગમાં વધી રહેલા ખતરા અને જોખમોને ઘટાડી શકે છે. ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચે વર્તમાન સમયમાં ચાલી રહેલા ૧૨૫ કીમી લાંબા બ્રોડ ગેજ રેલવેને ચાલુ કરવો, આ લક્ષ્યની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.

 

(7:33 pm IST)