Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ગંભીર અકસ્માત બાદ ઋષભ પંતે આપી પોતાની પ્રથમ પ્રતિક્રિયા :17 દિવસ બાદ કેટલાક ખાસ લોકોનો આભાર

પંતે ટ્વીટ કરીને લખ્યું, ‘મને મળેલા સમર્થન અને પ્રેમ અને આશીર્વાદ માટે હું આભારી છું. મને જણાવતા આનંદ થાય છે કે મારી સર્જરી સફળ રહી અને હવે હું સાજા થવા માટે તૈયાર છું.

ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારનો ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતના 17 દિવસ બાદ તેણે આજે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેના મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ તેણે કેટલાક ખાસ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે હાલમાં જ તેની સર્જરી સફળ રહી છે.હાલમાં જ મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં પંતની લિગામેન્ટ સર્જરી થઈ હતી. 30 ડિસેમ્બર,2022ના રોજ તે મધરાત્રે દિલ્હીથી પોતાના ઘર રુડકી તરફ થઈ રહ્યો હતા, ત્યારે જ તેની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવેના ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો

  પંતના અકસ્માત બાદ પહેલા તેને દેહરાદૂનના મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તેના પીઠ, પગ અને લિગામેન્ટમાં ઈજા થઈ હતી. થોડા સમય બાદ તેને તેને એરલિફ્ટ કરીને મુંબઈ લઈ આવવામાં આવ્યો હતો. મુંબઈના કોકિસાબેવ હોસ્પિટલમાં થયેલી લિગામેન્ટની સર્જરીનો પૂરો ખર્ચ બીસીસીઆઈએ ઉપાડયો હતો. તેની પ્રથમ પ્રતિક્રિયામાં તેણે બીસીસીઆઈ, જય શાહ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો

  પંતે ટ્વીટ કરીને લખ્યું, ‘મને મળેલા સમર્થન અને પ્રેમ અને આશીર્વાદ માટે હું આભારી છું. મને જણાવતા આનંદ થાય છે કે મારી સર્જરી સફળ રહી અને હવે હું સાજા થવા માટે તૈયાર છું. હું આવનારા તમામ પડકારોનો સામનો કરવા તૈયાર છું. તેમના સમર્થન માટે BCCI, જય શાહ અને સરકારનો ખૂબ ખૂબ આભાર.જ્યારે પંતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્પાઈડરમેનના એવેન્જર કાર્ટૂનની તસ્વીર શેર કરી છે.

  .

 

(8:37 pm IST)