Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

જોશમીઠમાં હજુ ખતરો ટળ્યો નથી. વધુ તિરાડો પડી શકે

અત્યાર સુધી 800 લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરાયા : 190 પરિવારને અત્યાર સુધી 1.50 લાખ રૂપિયા અપાયા

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનના કારણે લોકોમાં દહેશત ફેલાયેલી છે. કોઈ પણ અણબનાવ ના બને તેને લઈ NDRFની ટીમ પુરી રીતે તૈનાત છે. તેની વચ્ચે ઉત્તરાખંડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ રંજીત સિંહાએ જોશીમઠને લઈ પત્રકાર પરિષદ યોજી. તેમને લેટેસ્ટ અપડેટ જણાવતા કહ્યું કે પાણીના લિકેજમાં ઘટાડો થયો છે. 163 એલપીએમ જ પાણીનું લિકેજ માત્ર 163 LPM છે. સાથે જ તેમને કહ્યું કે જોશમીઠમાં હજુ ખતરો ટળ્યો નથી. વધુ તિરાડો પડી શકે છે. અત્યાર સુધી 800 લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. 190 પરિવારને અત્યાર સુધી 1.50 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

  રંજીત સિંહાએ જણાવ્યું કે NGMIએ બે પ્રોફાઈલ પૂર્ણ કરી લીધી છે. આ સર્વેથી જમીનની અંદર પાણીના લિકેજની જાણકારી મેળવી શકાય. ઈમારતોમાં તિરાડો પડવાની સંખ્યા હજુ વધી શકે છે. તેમને કહ્યું કે રોપવેને લઈ એક એન્જિનિયરની નિમણુંક કરવામાં આવી છે, જે ત્યાં નજર રાખશે. જેપી કંપનીની ઘણી ઈમારતોમાં તિરાડો આવી ચૂકી છે. જિલ્લા અધિકારી આ અંગે કંપની મેનેજમેન્ટ સાથે વાત કરશે.

 

(8:38 pm IST)