Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

જોશીમઠ સંકટ પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર:કહ્યું -તેની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેવા દો

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જોશીમઠ કટોકટી પર તાત્કાલિક નાણાકીય સહાય અને વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન સંકટને કુદરતી આફત તરીકે જાહેર કરવા માટે કોર્ટના હસ્તક્ષેપની માગ કરતી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે આ મામલે ઉત્તરાખંડ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેથી તેની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેવા દો.

અત્રે ઉલ્લેખનીય છે કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જોશીમઠ કટોકટી પર તાત્કાલિક નાણાકીય સહાય અને વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી. જે માગણીનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે અને તે બાબતને તેમના રાજ્યની હાઈકોર્ટ સુધી રાખવા કહ્યું છે.

 

(8:39 pm IST)