Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

NPPAએ 128 એન્ટિબાયોટિક્સ તેમજ એન્ટિવાયરલ દવાઓની કિંમતોમાં સુધારો કર્યો

એમોક્સિસિલિન અને ક્લેવુલેનિક એસિડના એન્ટિબાયોટિક ઈન્જેક્શન, વૈંકોમાઈસિન, અસ્થમામાં વપરાતા સૈલ્બુટેમોલ, કેન્સરની દવા ટ્રેસ્ટુઝુમૈબ, પીડામાંથી રાહત આપનાર આઈબુફેન અને તાવમાં અપાતી પેરાસિટામોલનો સમાવેશ

નવી દિલ્હી : દવાઓની કિંમતો પર નજર રાખનાર સરકારની ઓથોરિટી NPPAએ 128 એન્ટિબાયોટિક્સ તેમજ એન્ટિવાયરલ દવાઓની કિંમતોમાં સુધારો કર્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી (NPPA)એ એક સૂચના દ્વારા આ દવાઓ માટે નક્કી કરાયેલ વધુમાં વધુ કિંમતો જારી કરી છે. આમાં એમોક્સિસિલિન અને ક્લેવુલેનિક એસિડના એન્ટિબાયોટિક ઈન્જેક્શન, વૈંકોમાઈસિન, અસ્થમામાં વપરાતા સૈલ્બુટેમોલ, કેન્સરની દવા ટ્રેસ્ટુઝુમૈબ, પીડામાંથી રાહત આપનાર આઈબુફેન અને તાવમાં અપાતી પેરાસિટામોલનો સમાવેશ થાય છે.

સૂચના મુજબ એમોક્સિસિલિનની એક કેપ્સુલની કિંમત 2.18 રૂપિયા, સેટ્રિજીની એક ગોળીની કિંમત 1.68 રૂપિયા, આઈબ્રુફેનની 400MGની ગોળી વધુમાં વધુ 1.07 રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે. NPPAએ કહ્યું કે, આ સૂચનાની યાદીમાં સામેલ દવા તેમજ તે દવાઓને લગતી એટલે કો કોમ્બિનેશનવાળી દવાઓ બનાવનારી તમામ કંપનીઓએ સરકારે નક્કી કરેલી કિંમતો મુજબ જ પ્રોડક્ટ વેચવી પડશે. જે કંપનીઓ નિર્ધારિત કિંમત કરતા વધુ કિંમતે પોતાની દવાઓ વેંચી રહી હતી, તે કંપનીઓએ કિંતમાં ઘટાડો કરવો પડશે.

NPPAએ ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO), 2013 હેઠળ 12 સૂચિત કરાયેલ કોમ્બિનેશન દવાઓની છૂટક કિંમતો પણ નક્કી કરાઈ છે. ડાયાબિટીસ દર્દીઓને અપાતી ગ્લાઈમપિરાઈડ, વોગ્લીબોસ અને મેટફોર્મિન જેવી દવાઓની એક ગોળીની કિંમત 13.83 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એવી જ રીતે પેરાસીટામોલ, ફેનિલલીફ્રાઈન હાઈડ્રોક્લોરાઈડ, ડાઈફેનહાઈડ્રામાઈન હાઈડ્રોક્લોરાઈડ અને કેફીનની એક ગોળીની છુટક કિંમત 2.76 રૂપિયા નક્કી કરાઈ છે

 

(10:08 pm IST)