Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ચંદીગઢમાં હિટ એન્ડ રનનો વધુ એક કિસ્સો: સ્ટ્રીટ ડોગ્સને ખવરાવતી યુવતીને એસયુવીએ હડફેટે લીધી:માથામાં ઇજા

ચંદીગઢમાં હિટ એન્ડ રનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે 25 વર્ષની એક મહિલા તેના ઘરની નજીક સ્ટ્રીટ ડોગ્સને ભોજન આપી રહી હતી ત્યારે જ એક ઝડપી એસયુવીએ તેને ટક્કર મારી હતી. હિટ એન્ડ રનની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. યુવતીને માથામાં ઈજા થઈ છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરિવારે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

 યુવતીનું નામ તેજસ્વી છે, તેમના પિતા ઓજસ્વી કૌશલના જણાવ્યા અનુસાર, તેમની પુત્રી ગ્રેજ્યુએશન પછી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહી છે. તે ઘણીવાર તેની માતા સાથે રખડતા કૂતરાઓને ખવડાવવા જતી હતી. આ દરમિયાન શનિવારે કાર સાથે અથડાઈ હતી.

આ ઘટના અંગે દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કરતા લખ્યુ કે, ચંદીગઢમાં, એક ડોગ લવર મૂંગા પ્રાણીઓને ખવડાવી રહી હતી ત્યારે રોંગ સાઇડથી આવતા એક ઝડપી વાહને તેને ટક્કર મારી હતી. યુવતીની સારવાર ચાલી રહી છે. યુવતી એક સારું કામ કરી રહી હતી, હું તેના માટે ભગવાનને પ્રાર્થના કરું છું. શું કાર ચાલક નશામાં હતો? આ સિવાય તેમણે આ કેસમાં ચંદીગઢ પોલીસને કડક કાર્યવાહી કરવા માટે પણ કહ્યું છે.

 

(10:50 pm IST)