Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

સૌરવ ગાંગુલી રાજકારણ જોડાશે: મમતા બેનર્જી સાથે મુલાકાતથી રાજકારણમાં ગરમાવો

બંને વચ્ચે આ મુલાકાત લગભગ 20 મિનિટ સુધી ચાલી: અંગત મુદ્દાઓ પર ચર્ચા થઈ

કોલકતા : ભારતીય ક્રિકેટ બોર્ડ(BCCI)ના પૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૌરવ ગાંગુલીએ આજે એટલે કે સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી અને આ બેઠક રાજ્ય સચિવાલયમાં થઈ હતી.

 સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે આ મુલાકાત લગભગ 20 મિનિટ સુધી ચાલી હતી અને આ દરમિયાન અંગત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. એક વર્ષમાં આ બીજી વખત છે જ્યારે ગાંગુલી રાજ્ય સચિવાલયમાં મમતા બેનર્જીને મળ્યા છે જેના પગલે રાજકીય ગલિયારોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે દાદા હવે ‘રાજકીય મેદાન’માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે જોકે, સૌરવ ગાંગુલી રાજકારણ જોડાશે કે નહીં એ તો આગામી સમય જ ખબર પડશે.

મમતા બેનર્જી પણ જુલાઈ 2021માં સૌરવ ગાંગુલીના 49મા જન્મદિવસની શુભેચ્છા પાઠવવા દક્ષિણ કોલકાતામાં નિવાસસ્થાને ગયા હતા. ગત વર્ષે ઓક્ટોબરમાં જ્યારે સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું હતું કે પૂર્વ ભારતીય કેપ્ટન ICCમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે.

 

(10:55 pm IST)