Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ના મેયરની ચૂંટણી 24 જાન્યુઆરીએ કરાવવા એલજીની મંજૂરી

નવા ચૂંટાયેલા કોર્પોરેટરો તથા નોમિનેટેડ સભ્યોની બેઠકમાં નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધી થશે અને મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થશે

નવી દિલ્હી : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ના મેયરની ચૂંટણી 24 જાન્યુઆરીએ કરાવવા મંજૂરી આપી છે. સક્સેનાના આદેશના પગલે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો તથા નોમિનેટેડ સભ્યોની બેઠક મળશે. તેમાં નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધી થશે અને પછી મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થશે .

 જો કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની છેલ્લે મળેલી બેઠકમા કોની પહેલાં શપથવિધી થાય એ મુદ્દે ભારે હંગામો થતાં બેઠક મોકૂફ રાખવી પડી હતી. આમ આદમી પાર્ટીએ પહેલાં નોમિનેટેડ સભ્યોની શપથવિધી સામે જોરદાર હંગામો કર્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નરે નિમેલાં પ્રોટેમ સ્પીકર સત્યા શર્માએ પરંપરા તોડી હોવાના મુદ્દે આપના સભ્યો આક્રમક મૂડમાં આવી ગયા હતા અને કોઈ કાર્યવાહી નહોતી થવા દીધી.

આ વખતે ભાજપ નરમ વલણ અપનાવે છે કે નહીં એ જોવાનું રહે છે. ભાજપ આપની માગણી નહીં સ્વીકારે તો આપ આ વખતે પણ કાર્યવાહી નહીં થવા દે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

(11:34 pm IST)