Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

દેશમાં ઝડપી રસીકરણ અભિયાન : ભારતમાં ૮પ લાખથી વધુ જનતાને રસી અપાઇ

નવી દિલ્હી :  ભારત ખાતે  ફન્ટ લાઇન કામદારો માટે રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય ખાતે ફરજ બજાવતા સંયુકત સચિવ મનદીપ ભંડારીએ માહિતી આપતા કહેલ અત્યાર સુધીમાં ૮પ, ૧૬, ૩૮પ લાભાર્થીઓને રસી મુકવામાં આવેલ છે.

આ માંથી 61, 54894 આરોગ્ય કર્મચારીઓ નું રસી આપવામાં આવ્યું હતું. જેમાંથી રસીનો પ્રથમ ડોઝ 60, 57162 છે જ્યારે બીજો ડોઝ 97,732 લાભાર્થીઓને આપવામાં આવ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી (હર્ષવર્ધન)એ કહ્યું કે સરકાર માર્ચમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ રસી મૂકવાની સ્થિતિમાં હશે. આજે દેશમાં બે રસીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. હાલ દેશમાં જુદા જુદા સ્તરે 18-20 રસી તૈયાર કરવામાં આવી રહી છે. કેટલીક રસીઓ આગામી કેટલાક મહિનામાં આવી શકે છે. હાલ ભારત 20-25 દેશોને રસી પૂરી પાડવાના સ્થાને આવી ગયું છે. માર્ચ મહિનામાં અમે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપીશું. તેમણે કહ્યું કે હું માનું છું કે જો દુનિયામાં 'બધા માટે સ્વાસ્થ્ય'નું સ્વપ્ન ક્યારેય પૂર્ણ થશે તો ભારતમાં તેનું મોડેલ વિકસશે.

આપણો સર્વગ્રાહી અભિગમ, પ્રાચીન તબીબી જ્ઞાન, અન્ય આરોગ્ય સુવિધાઓ અને વ્યવસ્થાઓ સામૂહિક રીતે વિશ્વ માટે એક મોડેલ રજૂ કરશે.

(10:11 am IST)