Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પેટ્રોલ-ડિઝલમાં ૨૬ પૈસા, ગેસ સિલિન્ડરે ૫૦ રૂપિયાનો વધારો

સપ્તાહના પહેલાં જ દિવસે ભાવ વધારાનો કડવો ડોઝ : સબસિડી વિનાના ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત અમદાવાદમાં ૭૭૬ રૂપિયા થઈ ગઈ, દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૯ રૂપિયા

નવી દિલ્હી, તા. ૧૫ : દેશવાસીઓને આ અઠવાડિયાના પહેલા જ દિવસે મોંઘવારીનો જબરજસ્ત માર પડતો દેખાઈ રહ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવ ૫૦ રૂપિયા વધી ગયા છે, જ્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ ૨૬ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ હવે સબસિડી વિનાના ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૭૬૯ રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા તે ૭૧૯ રૂપિયા હતી. જ્યારે અમદાવાદમાં આ કિંમત ૭૭૬ રૂપિયા થઈ ગઈછે. આ વધેલા ભાવ આજથીજ લાગુ થઈ ગયા છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૯ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગઈ છે.

બીજી તરફ પેટ્રોલ-ડીઝલની કિંમત પાછલા એક અઠવાડિયાથી સતત વધીરહી છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨૬ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૯ રૂપિયા પ્રતિ લીટર નજીક પહોંચી ગઈ છે, આટલું જ નહીં, દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ ૯૯ના આકડાને પાર કરીને ૧૦૦ની નજીક પહોંચતું દેખાઈ રહ્યું છે.

જ્યારે ક્રૂડ ઓઈલની કિંમત પણ વધી રહી છે. જોકે ભારતમાં પેટ્રોલિયમની કિંમત બાસ્કેટમાં આવનારા ક્રૂડ ઓઈલ પર નિર્ભર કરે છે. તેના પર ભાવનો અસર ૨૦થી ૨૫ દિવસ બાદ દેખાય છે.

(12:00 am IST)