Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ટ્વિટ કરીને લિંક અને ટોલ ફ્રી નંબર શેર કર્યો

પીએમ મોદીએ ૭૪મી 'મન કી બાત' માટે દેશની જનતા પાસે માંગ્યા સુચનો

નવી દિલ્હી તા. ૧૬ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશની જનતા પાસે ૨૮ ફેબ્રુઆરીએ થનારી મન કી બાત કાર્યક્રમ માટે સૂચનો માંગ્યા છે. તેમણે ટ્વીટ કરી પ્રેરણાદાયક ઉદાહરણોથી જાન્યુઆરીમાં થયેલી મન કી બાતમાં કલા, સંસ્કૃતિ, પર્યટન અને કૃષિ નવાચારને લઈને વિવિધ વિષયો પર ચર્ચા થઈ. આ રીતે ફેબ્રુઆરીના કાર્યક્રમમાં હજું વધારે પ્રેરણાદાયક સ્ટોરીઓના અનુભવોને શેર કરવા ઈચ્છુ છું. તમને વિનંતી છે કે ૨૮ ફેબ્રુઆરીએ ૭૪મી મન કી બાત માટે પોતાના અનુભવો શેર જરૂર કરો.

પીએમ મોદીએ ટ્વિટની સાથે માયજીઓવીડોટઈનની લિંક શેર કરી છે. જેના માધ્યમથી લોકો પોતાની વાત તેમના સુધી પહોંચાડી શકે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૭૮૦૦ પર લોકો પોતાનો સંદેશો હિંદી અથવા અંગ્રેજીમાં બોલી રિકોર્ડ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પીએમ મોદીના અંગદાન તે જ મહાદાનના આહ્વાનને માન આપીને પોતાની કિડની એક વ્યકિતને ડોનેટ કરનાર કોલકાતાની ૪૮ વર્ષીય મહિલા માનસી હલદરને એક પત્ર પણ લખ્યો હતો. તેમજ વડા પ્રધાને જાતે તેમના કાર્યની પ્રશંસા કરી હતી. માનસી હલદરને મોકલેલા એક પ્રશંસા પત્રમાં વડા પ્રધાને કહ્યું કે તેમની નિૅં સ્વાર્થ સેવાની પ્રશંસા જેટલી કરવામાં આવે તેટલી ઓછી છે.

નોંધનીય છે કે માનસી હલદરે વડા પ્રધાન મોદીનું એક ભાષણ સાંભળ્યું હતું, જેમાં તેમણે અંગદાનને મહાદાન ગણાવ્યું હતું. તેનાથી પ્રભાવિત થઈને, તેણે ૨૦૧૪ માં તેણે તેની એક કિડની કોઈ એક એવા વ્યકિતને ડોનેટ કરી. થોડા મહિના પહેલા હલદારે વડાપ્રધાન મોદીને આ ઘટના અંગે પત્ર લખીને જાણ કરી હતી, જેના પછી તેમને પીએમ મોદી તરફથી એક જવાબી પત્ર પણ મળ્યો હતો. પત્રમાં વડા પ્રધાને લખ્યું છે કે, 'આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ કે તમે એક મહત્વપૂર્ણ જીવન બચાવવા માટે તમારી કિડની દાનમાં આપી છે.' આ નિઃસ્વાર્થભાવ ની પ્રશંસા જેટલી થાય તેટલી ઓછી છે. ત્યાગ અને સેવાની ભાવના આપણી સંસ્કૃતિ અને પરંપરાના કેન્દ્રમાં રહી છે. તમારી સેવા ખૂબ પ્રેરણાદાયી છે. આનાથી ઘણા લોકો પ્રભાવિત થશે અને આ અંગ દાન જેવા માનવ પ્રયત્નોને વેગ આપશે.

(10:52 am IST)