Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ઇપીએફના ૪૦ લાખ ખાતાધારકોને વ્યાજ નહિ મળ્યાની ફરિયાદો : કે.વાય.સી.માં ભૂલો સર્જાઇ

અમદાવાદ,તા. ૧૬: કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે પી.એ. (પ્રોવીડન્ડ ફંડ)ના વ્યાજની રકમ જમા કરાવાની જાહેરાત દોઢ મહિના પહેલા કરી હતી. પરંતુ હજુ સુધી અનેક ખાતા ધારકોને તેમના ખાતામાં રકમ જમા જ ન થવાની ફરીયાદ તંત્રને પ્રાપ્ત થઇ હતી. કેવાયસી ગડબડને કારણે પ્રથમ વર્ષ ૨૦૧૯-૨૦માં જ વ્યાજની ચૂકવણીમાં વિલંબથી સંસ્થાની શાખ પર એક પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ સાથે ફરી એક વાર દરેકની નજર ઇપીએફઓ પર છે.આ અગાઉ પણ ઇપીએફઓની કાર્યપ્રણાલી પર સવાલ ઉભા થયા હતા. પીએફ સંગઠને ૨૦૨૦ના કોરોના મહામારીની શરૂઆતમાં અને લોકડાઉનમાં શેરબજારમાં મોટા કડાકા સમયે ઇકિવટી રોકાણના વેચાણમાં વિલંબ કર્યો હતો. જો કે બાદમાં ઇપીએફઓએ કહ્યું કે આ વ્યાજ ૩૧ ડિસેમ્બર સુધીમાં જમા થઇ જશે.

(11:38 am IST)