Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પટનામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : લોકોમાં ભય :જાનમાલનું કોઈ નુકસાન નહીં

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ ભૂકંપ્નું કેન્દ્ર નાલંદાથી 20 કિમી દૂર

બિહારની રાજધાની પટનામાં સોમવારે રાત્રે લગભગ સાડા 9 વાગ્યે ભૂકંપ્ના આંચકા અનુભવાયા છે. લગભગ 30 સેક્ધડ સુધી ધરા ધ્રુજી હતી. ડરીને લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. રાહતની વાત એ છે કે ભૂકંપ્ના કારણે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ ભૂકંપ્નું કેન્દ્રબિંદુ નાલંદાથી 20 કિલોમીટર દૂર હતું.

પટનાના બોરિંગ રોડ, આશિયાના નગર, પટેલ નગરમાં લોકોએ ભૂકંપ્ના ઝાટકા અનુભવાયા હતા. તો ભાગલપુર, ગયા સહિત અનેક જિલ્લામાં પણ ભૂકંપ્ના ઝાટકા અનુભવાયા છે.
ભારતને ભૂકંપ્ના ખતરાના આધારે ઝોન-2,3,4 અને 5માં વેચવામાં આવ્યું છે. ઝોન-2 સૌથી ઓછા ખતરવાળા અને ઝોન-5 સૌથી વધુ ખતરાવાળો માનવામાં આવે છે. દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારો ઓછા ખતરાવાળા ઝોન-2માં આવે છે. મધ્ય ભારત પણ ઓછા ખતરાવાળા ઝોન-3માં આવે છે. તો ઝોન-4માં જમ્મુ કાશ્મીરનો કેટલોક વિસ્તાર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, ઉત્તર બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર સામેલ છે. ઝોન-5માં જમ્મુ કાશ્મીર, પશ્ચિમી અને મધ્ય હિમાલય, ઉત્તર અને મધ્ય બિહાર, ઉત્તર-પૂર્વ ભારત, કચ્છનું રણ અને આંદામાન નિકોબાર આવે છે.

(11:39 am IST)